નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ની બીજી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ થશે. બંને ટીમોએ આ મેચ માટેની લગભગ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સીએસકેના ખેલાડીઓએ આ મેચ પહેલા પોતાના ખેલાડીઓની 2 ટીમો બનાવી પ્રેક્ટિસ મેચ રમી હતી. આ મેચમાં યુવા ઓલરાઉન્ડર સેમ કુરેને એક આર્ટવર્ક રજૂ કર્યું હતું.
જાડેજા સામેકરી ‘તલવારબાજી’
પ્રેક્ટિસ દરમિયાન સીએસકેના ખેલાડીઓએ ઘણી મસ્તી કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ પ્રેક્ટિસનો એક વીડિયો તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં સેમ કુરેને એક સુંદર પરાક્રમ કર્યું છે. આ વીડિયોમાં, સેમ કુરેન અને રવિન્દ્ર જાડેજા એક સાથે બેટિંગ કરી રહ્યા છે, ત્યારબાદ શોટ રમ્યા પછી આ યુવા ખેલાડી બેટથી ‘તલવારબાજી’ શરૂ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ડેમ કુરેન ફક્ત જાડેજાની નકલ કરી રહ્યો હતો. જાડેજા ઘણીવાર આવું કરે છે જ્યારે તે મેચમાં સદી અથવા અડધી સદી ફટકારે છે.
https://twitter.com/ChennaiIPL/status/1380549197053665282
કેવી હતી બંને ટીમોની છેલ્લી સીઝન
યુએઈમાં રમાયેલી છેલ્લી સીઝનમાં દિલ્હીની ટીમ રનર્સ અપ રહી હતી. આ વખતે, ખિતાબ જીતવાના સ્વપ્નાને પૂર્ણ કરવા માટે, તેનો લક્ષ્ય વિજયથી પ્રારંભ કરવાનો રહેશે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ગયા વર્ષે આઠ ટીમોમાં સાતમા સ્થાને રહી હતી. તે નબળા પ્રદર્શનને ભૂલી જવા માટે, આઇપીએલની આ મોટી ટીમ જીતથી પ્રારંભ કરવા માંગશે.