IPL 2025: પંજાબ કિંગ્સની તાકાતવર જીત, ચેન્નાઈ સુપર કિંગ્સનો 18 રનથી પરાજય, CSKની સતત ચોથી હાર
IPL 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના વધુ એક રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સ (PBKS) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 18 રનથી શાનદાર જીત મેળવી છે. ચેન્નાઈ માટે આ લીગની સતત ચોથી હાર બની છે, જે ટીમના પ્રદર્શન માટે ચિંતાનું કારણ બની શકે છે.
પ્રિયાંશ આર્યએ ફટકારી વિસ્ફોટક સદી
મેચમાં પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તેમના નિર્ણયને સાચો સાબિત કરતા યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યએ માત્ર 39 બોલમાં શાનદાર સદી ફટકારી અને ટીમને મજબૂત પોઝીશનમાં પહોંચાડી. પંજાબે નક્કી સમય દરમિયાન 220 રનનો ટાર્ગેટ મૂક્યો.
ચેન્નાઈનો દાવ, પણ જીતથી 18 રન દૂર રહી
ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ચેન્નાઈ સુપર કિંગ્સે શરૂઆતથી જ સંભાળીને રમત રમી, પણ આવશ્યક ઝડપ જાળવી શકી નહીં. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 201 રન બનાવી શક્યા અને મુકાબલો ગુમાવ્યો.
બન્ને ટીમોની પ્લેઇંગ-11:
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK):
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન)
રચિન રવિન્દ્ર
ડેવોન કોનવે
વિજય શંકર
રવીન્દ્ર જાડેજા
એમએસ ધોની (વિકેટકીપર)
રવિચંદ્રન અશ્વિન
નૂર અહેમદ
મુકેશ ચૌધરી
ખલીલ અહેમદ
મથિશ પથિરાના
ઇમ્પેક્ટ પ્લેયર્સ:
શિવમ દુબે, જેમી ઓવરટોન, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અંશુલ કંબોજ
પંજાબ કિંગ્સ (PBKS):
શ્રેયસ ઐયર (કેપ્ટન)
પ્રિયાંશ આર્ય
પ્રભસિમરન સિંહ (વિકેટકીપર)
નેહલ વાઢેરા
શશાંક સિંહ
માર્કસ સ્ટોઇનિસ
ગ્લેન મેક્સવેલ
માર્કો યાન્સેન
લોકી ફર્ગ્યુસન
અર્શદીપ સિંહ
યુઝવેન્દ્ર ચહલ
ઇમ્પેક્ટ પ્લેયર્સ:
સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, પ્રવીણ દુબે, અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજયકુમાર વૈશાખ
ચાહકો માટે આ મેચ ભારે રોમાંચક સાબિત થઈ હતી, ખાસ કરીને પ્રિયાંશ આર્યના અદ્ભુત પ્રદર્શનને કારણે. બીજી તરફ CSKના ચાહકો માટે સતત હાર થોડું નિરાશાજનક જરૂર બની શકે છે.