IPL 2025 : RJ માહવિશના જુસ્સાથી ભરેલા રિએક્શને જીત્યા દિલો, ચહલ સાથેના જોડાણની ફરી ચર્ચા
IPL 2025 : પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2025ની હાઈ-વોલ્ટેજ મેચમાં ફક્ત ક્રિકેટ જ નહીં, પણ સ્ટેડિયમમાં હાજર એક ખાસ ચહેરો પણ ચર્ચાનો વિષય બન્યો. જાણીતી આરજે માહવિશ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી, અને તેની ઉત્સાહી પ્રતિક્રિયાઓએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
માહવિશ અને ચહલ વચ્ચે સંબંધોની ચર્ચા ફરીથી ગરમાઈ
જેમજ કેમેરો આરજે માહવિશ પર ગયો, ચાહકોનો અંદાજ હતો કે તે પંજાબ કિંગ્સના ખેલાડી યુઝવેન્દ્ર ચહલને સપોર્ટ કરવા આવી છે. લોકો ઈન્ટરનેટ પર માહવિશ અને ચહલ વચ્ચે સંભવિત સંબંધોની ચર્ચા ફરીથી કરવા લાગ્યા છે. તેણે પંજાબ માટે ઉત્સાહપૂર્વક ખુશી વ્યક્ત કરી હતી અને દરેક મોમેન્ટને માણતી જોવા મળી હતી.
રચિન રવિન્દ્રનો ડ્રોપ કેચ અને માહવિશની ઝીલતી પ્રતિક્રિયા
મેચના 17મી ઓવરના ચોથી બોલ પર શશાંક સિંહે એક હવામાં શોટ રમ્યો, જે સીધો ચેન્નાઈના ફિલ્ડર રચિન રવિન્દ્રની તરફ ગયો. જો કે, તે કેચ પકડી શક્યો નહોતો. જેમજ કેચ ડ્રોપ થયો, તરતજ કેમેરો માહવિશ તરફ ફેરવાયો. તે ઉત્સાહથી ઉછળી પડી અને તેની ખુશીની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
શશાંક અને માર્કો યાનસેનની ધમાકેદાર પાર્ટનરશીપ
શશાંકના નોટઆઉટ રહી જવા બાદ તેણે માર્કો યાનસેન સાથે સાતમી વિકેટ માટે અણનમ 65 રનની ભાગીદારી કરી. શશાંકે 36 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું, જ્યારે યાનસેને માત્ર 19 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 34 રન બનાવ્યા. બંનેએ મળીને પંજાબનો સ્કોર 219 સુધી પહોંચાડ્યો.
પ્રિયાંશ આર્યની સદી અને પંજાબની મજબૂત ઇનિંગ
મેચના મુખ્ય હીરો રહ્યા યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્ય, જેણે 42 બોલમાં 103 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની સદી IPL ઇતિહાસની ચોથી સૌથી ઝડપી સદી બની છે. પંજાબે કુલ 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 219 રન બનાવ્યા અને ચેન્નાઈ સામે દબદબો જમાવ્યો.
RJ માહવિશનો સ્ટેડિયમમાં હાજર રહેવું અને તેની પ્રતિક્રિયાઓ માત્ર ક્રિકેટ રસિયાઓ માટે નહીં, પરંતુ ગોસિપ લવર્સ માટે પણ ચર્ચાનો વિષય બની રહી છે. હવે જોવાનું એ છે કે શું તે ફક્ત એક cricket fan છે કે પછી કોઈ ખાસ સંબંધનો સંકેત પણ છે?