IPL 2025 Final: RCBનું સ્વપ્ન પૂરું થયું: ચેમ્પિયન બનેલા બાદ શહેર બની ગયું ઉજવણીનું મેદાન
IPL 2025 ની ફાઇનલ મેચે આખા દેશને ઉમંગમાં નાંખી દીધું, ખાસ કરીને RCB ચાહકો માટે તો આ ક્ષણ 17 વર્ષથી કરાતી રાહની પૂર્ણતા હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ હાઇ-વેોલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પંજાબ કિંગ્સને 6 રનની તંગ હાર આપી, અને પોતાનું પ્રથમ IPL ખિતાબ જીત્યું.
BENGALURU WENT CRAZY. pic.twitter.com/MqqNi6ztRn
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
બેંગલુરુમાં જશ્ન
RCBના ચેમ્પિયન બન્યા બાદ બેંગલુરુના રસ્તાઓ પર ચાહકોની ભીડ ઉમટી પડી. ફટાકડા, ઢોલ, ટ્રમ્પેટ અને લાલ રંગના ધ્વજ સાથે ચાહકો આનંદમાં નાચી ઉઠ્યા. સોશિયલ મીડિયામાં પણ આ ઉજવણીના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો શહેરના મુખ્ય વિસ્તારોમાં ભેગા થઈને ‘Ee Sala Cup Namde’ ના નારા લગાવી રહ્યા હતા.
We fought till the end! pic.twitter.com/fppffzivBA
— Punjab Kings (@PunjabKingsIPL) June 3, 2025
મેદાનમાં RCBનો શાનદાર દબદબો
ફાઇનલમાં RCBએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. જો કે મેચના વાસ્તવિક હીરો હતા કૃણાલ પંડ્યા, જેમણે 4 ઓવરમાં માત્ર 17 રનમાં 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી—પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશ. આ શાનદાર પ્રદર્શન બદલ તેમને “પ્લેયર ઓફ ધ મેચ” ઘોષિત કરવામાં આવ્યા.
પંજાબ કિંગ્સ માટે આ ફાઇનલ ખૂબ જ મહત્વની હતી. શ્રેયસ ઐયરે આ સિઝનમાં કમાલનું નેતૃત્વ આપ્યું હતું અને ટીમે 11 વર્ષ પછી ફાઇનલ સુધીનો સફર પૂર્ણ કર્યો. પણ અંતે તેમનું પ્રથમ ખિતાબ જીતવાનું સપનું અધૂરું રહી ગયું.
RCBની આ જીત માત્ર ટીમ માટે નહીં, પરંતુ તેના કરોડો ચાહકો માટે પણ ભાવનાત્મક ક્ષણ હતી. હવે જ્યારે તેઓ ચેમ્પિયન બન્યા છે, ત્યારે IPLનો નવો અધ્યાય શરૂ થયો છે—એક એવો અધ્યાય જ્યાં RCB માત્ર હાસ્યનો વિષય નહીં પણ ગૌરવનું પ્રતિક બની ઊભરી છે.