IPL 2025 પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, વર્લ્ડ કપ 2023માં રમેલી ઇતિહાસ રચનારી ઇનિંગ્સ યાદગાર રહી
IPL 2025ની ગરમાગરમ સ્પર્ધાઓ વચ્ચે પંજાબ કિંગ્સના મજબૂત ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે મોટી જાહેરાત કરી છે. પંજાબ કિંગ્સની ટીમ જ્યારે ક્વોલિફાયર 2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે ગ્લેન મેક્સવેલે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે. તેમણે પોતાની 13 વર્ષની લાંબી અને સફળ ODI કારકિર્દીનો સમાપન કરાવ્યો છે.
2012માં ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી ડેબ્યૂ કરનાર મેક્સવેલે કુલ 149 ODI મેચ રમ્યા છે. તેમણે આ દરમિયાન 3990 રન બનાવ્યા છે, જેમાં 4 સદી, 23 અડધી સદી અને 1 ઐતિહાસિક ડબલ સદીનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડ પ્રદર્શન આપતા તેમણે બોલિંગમાં પણ પોતાનું યોગદાન આપ્યું અને 77 વિકેટ ઝડપી.
After a truly memorable ODI career, Glenn Maxwell has called time on that format: https://t.co/ktWUdnmoVM pic.twitter.com/hn5zCZdE5V
— cricket.com.au (@cricketcomau) June 2, 2025
મેક્સવેલની ODI કારકિર્દીની સૌથી યાદગાર અને ઐતિહાસિક ઇનિંગ 2023ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે જોવા મળી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમયે પરાજયની કગાર પર હતી, ત્યારે ઈજાગ્રસ્ત હોવા છતાં મેક્સવેલ એક પગ પર ઉભા રહીને અજોડ શતક ફટકાર્યું. તેમણે માત્ર 128 બોલમાં 201 રન બનાવ્યા હતા અને ટીમને એક સંભવિત હારમાંથી વિજય તરફ દોરી હતી. આ ઇનિંગમાં તેમના બેટમાંથી 21 ચોગ્ગા અને 10 છગ્ગા નીકળ્યા હતા.
ONE OF THE GREATEST EVER MOMENTS IN WORLD CUP HISTORY.
– Thank you, Glenn Maxwell. pic.twitter.com/CJ21AI3CVE
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2025
ODIમાંથી નિવૃત્તિ લઇને મેક્સવેલે સંકેત આપ્યો છે કે હવે તેઓ પોતાના T20 અને ફ્રેંચાઇઝી ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. IPL 2025માં પંજાબ કિંગ્સ માટે પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, અને હવે RCB સામેની ફાઇનલમાં તેમની બેટિંગ પર બધા નજર રાખી રહ્યા છે.
ગ્લેન મેક્સવેલે ODI ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લીધી હોય, પણ તેમના આક્રમક સ્ટાઈલ અને યાદગાર ઇનિંગ્સ ક્રિકેટ પ્રેમીઓના દિલમાં હંમેશા જીવંત રહેશે.