IPL 2025: ICC ના આચારસંહિતા નિયમો લાગુ થશે, સમયપત્રકમાં મોટો ફેરફાર
IPL 2025 ની 18મી સીઝન 23 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જોકે, આખી સીઝનનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI આવતા અઠવાડિયે લીગનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરશે અને ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં તેની જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે IPL 21 માર્ચથી શરૂ થશે અને ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે.
આ સિઝનથી IPLમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
આ સિઝનથી ICC આચારસંહિતાના નિયમોનું પાલન કરવામાં આવશે, ત્યારબાદ IPL ટીમોએ ICCના નિયમોનું પાલન કરવું પડશે. પહેલા IPL ના પોતાના નિયમો હતા, પરંતુ હવે ટીમોએ આ નવા નિયમો અનુસાર રમવું પડશે. આ ઉપરાંત, ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પણ ચાલુ રહેશે, જેના કારણે ગયા સિઝનમાં થોડો વિવાદ થયો હતો. ઘણા મોટા ખેલાડીઓએ આનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે આ નિયમ ચાલુ રહેશે.
IPL 2025 મેગા ઓક્શનમાં, ઋષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. આ ઉપરાંત પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે, અને અત્યાર સુધીમાં કોલકાતા 3 વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખિતાબ રેકોર્ડ 5 વખત જીત્યો છે.