IPL 2025: પાકિસ્તાન સાથેના તણાવ બાદ BCCI સામે નવો પડકાર – બાકીની મેચો ઇંગ્લેન્ડમાં યોજાવાની શક્યતા!
IPL 2025 ને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે 9 મેના રોજ તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યો છે. 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાળાની મેચ અધવચ્ચે રદ કરવી પડી હતી અને દર્શકોને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું.
ક્યાં થશે બાકીની મેચો?
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોઉનએ IPLની બાકી રહેલી મેચો ઇંગ્લેન્ડમાં યોજવાની ખૂલી ઓફર આપી છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) વચ્ચે IPLના બાકી રહેલા ભાગ અંગે પ્રાથમિક વાતચીત થઈ છે. જોકે, BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
BCCIનું નિવેદન
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે,
“IPLની બાકી રહેલી તમામ મેચો તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવે છે. આગામી કાર્યક્રમ અને સ્થાન વિશે યોગ્ય સમયે જાણ કરવામાં આવશે.”
હજુ કેટલી મેચો બાકી છે?
કુલ બાકી મેચો: 16
જેમાં નોકઆઉટ મેચો: 4
IPL 2025ની ફાઈનલ તારીખ હતી: 25 મે
BCCI હવે નવી સ્ટ્રેટેજી બનાવે છે કે આ તમામ મેચો સમયસર અને સલામત રીતે કેવી રીતે યોજી શકાય.