IPL 2025: 14 વર્ષના વૈભવ માટે ધોનીએ કહ્યુ “તમારી ટીમમાં બેબી છે”, કોહલીએ આપી ટિપ્સ
IPL 2025ના સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો 14 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી તમામના કેન્દ્રમાં રહ્યો છે. ટૂર્નામેન્ટમાં સૌથી યુવા ખેલાડી હોવા છતાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે અને IPLના ઇતિહાસમાં 35 બોલમાં સદી ફટકારીને સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે.
CSK સામેની મેચ પછી તેણે એમએસ ધોનીના પગ સ્પર્શ્યા હતા અને બંને વચ્ચે થોડી વાતચીત થઈ હતી. ધોનીએ તેની પ્રશંસા કરતાં કહ્યું, “તમારી ટીમમાં બેબી છે, પણ બેબી એક પરિપક્વ ખેલાડીની જેમ શોટ્સ રમી રહ્યો છે.” ધોનીના આ શબ્દો તેના માટે મોટી પ્રેરણા સમાન છે.
https://twitter.com/Ashutoslikes/status/1916911106758418578
RCB સામેની મેચમાં વૈભવ 16 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ મેચ પછી તેણે પોતાના આઇડલ વિરાટ કોહલીને મળવાનું સપનું પૂરું કર્યું. કોહલીએ તેને બેટિંગ માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ આપી અને સાથે કહ્યું કે સતત મહેનત, નમ્રતા અને મનની સ્થિરતા સૌથી વધુ મહત્વની છે.
રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિંડરે જણાવ્યું હતું કે ધોની અને વૈભવ બંનેમાં ઘણી સમાનતાઓ છે. બંને શાંત અને ગંભીર સ્વભાવ ધરાવે છે, પરંતુ ગ્રાઉન્ડ પર પોતાની રમતથી દરેકને આશ્ચર્યચકિત કરે છે. ભિંડરે ઉમેર્યું કે વૈભવના આવકારથી આખી ટીમમાં ઉત્સાહ જોવા મળે છે.
https://twitter.com/IPL/status/1916902118838985075
વૈભવે 15 વર્ષ જૂનો યુસુફ પઠાણનો રેકોર્ડ તોડતાં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. , પરંતુ સમગ્ર ભારતીય ક્રિકેટનો ગૌરવ વધાર્યો છે. આવું પ્રદર્શન 14 વર્ષની ઉમરમાં થવું, એ ક્રિકેટ જગતમાં અભૂતપૂર્વ કહેવાય.
અવનવા રેકોર્ડ સાથે વૈભવ સૂર્યવંશી હવે ઈન્ડિયન ક્રિકેટના ભવિષ્ય તરીકે જોવાઈ રહ્યો છે. ધોની અને કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પાસેથી પ્રશંસા મળવી એ કોઈ સામાન્ય વાત નથી – અને એ પણ 14 વર્ષની નાજુક ઉમરે!