IPL 2025 Playoffs પ્લેઓફ માટે પંજાબ, આરસીઆર, ગુજરાત અને મુંબઈ ટીમોએ કર્યો ક્વોલિફાય, RCBની વિજયે ગુજરાતને ત્રીજા સ્થાને ધકેલ્યું
IPL 2025 Playoffs ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવીને ટોપ-2માં સ્થાન મેળવી લીધું છે. આ જીત સાથે પ્લેઓફની ટોચની ચાર ટીમો પણ નિશ્ચિત થઈ ગઈ છે – પંજાબ કિંગ્સ, આરસીઆર, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ.
4⃣ fantastic teams
1⃣ road to gloryWhich teams will make the final? ✍#TATAIPL | #TheLastMile pic.twitter.com/99dOog7GBu
— IndianPremierLeague (@IPL) May 27, 2025
પોઈન્ટ ટેબલ પર હાલની સ્થિતિ
- પંજાબ કિંગ્સ: 19 પોઈન્ટ – ટેબલમાં પ્રથમ સ્થાન (સકારાત્મક રન રેટ)
- RCB: 19 પોઈન્ટ – બીજું સ્થાન
- ગુજરાત ટાઇટન્સ: 18 પોઈન્ટ – ત્રીજું સ્થાન
- મુંબઈ ઇન્ડિયન્સ: 16 પોઈન્ટ – ચોથું સ્થાન
RCBએ છેલ્લી મેચમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું. લખનઉ સામે 228 રનના લક્ષ્યાંક સામે જીતેશ શર્માની અણનમ 85 રનની ઇનિંગ્સના આધારે ટીમે માત્ર 19 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો.
પ્લેઓફ શિડ્યૂલ
- ક્વોલિફાયર-1:
29 મે – પંજાબ કિંગ્સ vs RCB
સ્થળ: ચંડીગઢ
વિજેતા સીધો ફાઇનલમાં પહોંચશે. હારનારને મળશે બીજી તક. - એલિમિનેટર:
30 મે – ગુજરાત ટાઇટન્સ vs મુંબઈ ઇન્ડિયન્સ
સ્થળ: અમદાવાદ
હારનાર માટે IPL યાત્રા પૂર્ણ. - ક્વોલિફાયર-2:
1 જૂન – ક્વોલિફાયર-1 હારનાર vs એલિમિનેટર વિજેતા
સ્થળ: અમદાવાદ - ફાઇનલ મુકાબલો:
3 જૂન – ક્વોલિફાયર-1 વિજેતા vs ક્વોલિફાયર-2 વિજેતા
સ્થળ: અમદાવાદ
RCBના શ્રેષ્ઠ પ્રદર્શન પાછળ કોણ રહ્યો જવાબદાર?
RCB માટે જીતનો નાયક રહ્યો જીતેશ શર્મા, જેણે દબાણ વચ્ચે મજબૂત ઇનિંગ્સ રમી. બોલિંગમાં RCBએ મઘ્ય ઓવરોમાં સારો નિયંત્રણ જાળવી રાખ્યો હતો, જેના કારણે 228 રનનો મોટો લક્ષ્યાંક હાંસલ કરી શક્યા.
RCBની આ મહત્વપૂર્ણ જીતે માત્ર તેમના ટોપ-2 સ્થાનને જ સુનિશ્ચિત કર્યું નથી, પણ ગુજરાત ટાઇટન્સને પણ ત્રીજા ક્રમે ધકેલી દીધા છે. હવે IPL 2025ના પ્લેઓફમાં ભીડ, ટેન્શન અને રોમાંચ ભરેલા મુકાબલાઓ માટે તૈયાર રહી જાવ!