IPL 2025 Suspended: ચાર વર્ષ પછી ફરી એક વખત દિલ્હી-પંજાબ મેચ બાદ ટુર્નામેન્ટ પર વિરામ, સંયોગ ચોંકાવનારો
IPL 2025 Suspended ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વધતા તણાવ વચ્ચે IPL 2025 ટુર્નામેન્ટને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. BCCI દ્વારા સુરક્ષા કારણોસર લેવાયેલા આ નિર્ણયમાં ચોંકાવનારો સંયોગ જોવા મળ્યો છે — ચાર વર્ષ પહેલાં પણ IPL ટુર્નામેન્ટ તે સમયે રોકવામાં આવી હતી જ્યારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ચાલી રહી હતી.
અદ્ભુત સંયોગ, ફરીથી દિલ્હી-પંજાબ પછી IPL પર વિરામ
2025ની વાત કરીએ તો ગુરુવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી અને દર્શકોને તાત્કાલિક સ્ટેડિયમ ખાલી કરવા માટે કહ્યું ગયું હતું. થોડા જ કલાકોમાં IPL ને મુલતવી રાખવાનો નિર્ણય આવ્યો. આ પહેલાં પણ એવું જ થયું હતું 2021માં — જ્યારે કોરોના મહામારીના કારણે 2 મેના રોજ પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ બાદ ટુર્નામેન્ટ અધવચ્ચે રોકી દેવામાં આવી હતી.
તણાવના ભયથી BCCI નો કડક નિર્ણય
તત્કાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા BCCI એ IPLને એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત રહે છે, તો આ વિરામ લંબાવવાની પણ શક્યતા છે. IPL જેવી મોટી ટુર્નામેન્ટમાં આ પ્રકારનો નિર્ણય લેવો મુશ્કેલ હોય છે, પણ દેશની સુરક્ષા અને શાંતિ પ્રથમ પ્રાથમિકતા છે.
2021ની યાદગાર સિઝન અને તેના પરિણામો
2021માં ટુર્નામેન્ટ અધવચ્ચે બંધ થ્યા બાદ, બાકીની મેચો UAEમાં યોજાઈ હતી. તે વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને ચોથીવાર ખિતાબ જીત્યો હતો. તે સિઝનમાં દિલ્હી, બંગ્લોર અને કોલકાતાની ટીમે પણ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.
શું ફરી થશે વિલંબ?
હવે તમામની નજર એ પર છે કે IPL ફરી ક્યારે શરૂ થશે. જોકે BCCI પરિસ્થિતિને નિરંતર મોનીટર કરી રહી છે. જયારે રમતગમત અને રોમાંચ હંમેશા IPL ની ઓળખ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સમક્ષ તે પણ ઝૂકી ગઈ છે.