નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, દેશને આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં કોવિડ -19 રોગચાળો સહન કરવો પડશે. 6 જુલાઈ, સોમવારે તેમના નિવેદનથી તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL) ભારતમાં યોજાશે નહીં.
ટેસ્ટ ટીમના ઓપનર મયંક અગ્રવાલ સાથેની વાતચીતમાં, ગાંગુલીએ ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ વિશેના સવાલ પર કહ્યું હતું કે, “મને લાગે છે કે આગામી બે-ત્રણ-ચાર મહિના થોડો મુશ્કેલ બનશે.” આપણે ફક્ત તે સહન કરવું પડશે અને તેનો અંત વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં થવો જોઈએ અને જીવન સામાન્ય થઇ જાવું જોઈએ.
"Life will be normal once the #COVIDー19 vaccine is out. You will have to be a little more careful. Saliva is an issue and that is why you wear a mask," @SGanguly99 tells @mayankcricket on #DadaOpensWithMayank
Full episode on https://t.co/uKFHYdKZLG soon pic.twitter.com/iATpOwQqBu
— BCCI (@BCCI) July 6, 2020
બીસીસીઆઈએ સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે આઈપીએલનું આયોજન કરવાની યોજના બનાવી દીધી છે. બોર્ડની પ્રથમ પસંદગી દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની રહેશે, પરંતુ કોરોના વાયરસના વધતા જતા કેસને કારણે તે મુશ્કેલ લાગે છે.