Ishan Kishan Controversy: ભારતીય-પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચેના હળવા પળના વિડિયોને લઈને સોશિયલ મીડિયા પર મતભેદ ઊભા થયા
Ishan Kishan Controversy: ભારતીય વિકેટકીપર ઈશાન કિશન હાલમાં ઈંગ્લેન્ડમાં નોટિંગહામશાયર તરફથી કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યો છે. યોર્કશાયર સામેની એક મેચ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઈશાન કિશન પાકિસ્તાની ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસને વિકેટ મેળવ્યા પછી ગળે લગાવે છે. જો કે ક્રિકેટના દ્રષ્ટિકોણથી આ એક સામાન્ય વાત છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકો આ ઘટનાને રાજકીય અને રાષ્ટ્રીય ભાવનાથી જોડીને ચર્ચા કરી રહ્યા છે.
વિડિયોનો પ્રસંગ એવો છે કે યોર્કશાયરની પ્રથમ ઇનિંગના પહેલા જ બોલ પર અબ્બાસે એડમ લિથને કેચ આઉટ કરાવ્યો હતો, જે ઈશાન કિશન દ્વારા વિકેટ પાછળ ઝડપાયો હતો. જશમાં, ઈશાન અને અબ્બાસે એકબીજાને ઉજવણી તરીકે હળવાપણે ગળે લગાવ્યા. નોટિંગહામશાયર તરફથી રમતા બંને ખેલાડીઓ એક જ ટીમમાં હોવાથી આ પ્રકારની ક્રિયા સામાન્ય ગણાય, પણ ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને સંવેદનશીલતા ધરાવતા લોકો માટે આ ઘટનામાં ચર્ચાનું કારણ બન્યું.
ઈશાન કિશન, જેઓએ ટીમ ઈન્ડિયાના પ્લેયર તરીકે 27 વનડે અને 32 T20 રમી છે અને વનડેમાં એક ડબલ સચ્યૂરી પણ ફટકારી છે, હાલ BCCIની ‘સી’ કેટેગરીમાં છે. બીજી તરફ, મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાન માટે 27 ટેસ્ટમાં 100 વિકેટ લીધી છે અને તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 791 વિકેટના ભંડાર સાથે અનુભવી બોલર ગણાય છે.
India has boycotted the bilateral talks with Pakistan
~ But, India can’t boycott cricket with Pakistan. In this video, Ishan Kishan is the wicket keeper and the bowler is Abbas Afridi from Pakistan
~ What’s your take on this #INDvsENG pic.twitter.com/Hfo2G97PBk
— Richard Kettleborough (@RichKettle07) June 23, 2025
વિરોધનું મુખ્ય કારણ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી યોજાતી નથી અને IPLમાં પણ પાકિસ્તાની ખેલાડીઓને આમંત્રણ મળતું નથી. ત્યારે ઈશાન અને અબ્બાસ વચ્ચેનો આ હળવો ક્ષણ કેટલાંક લોકો માટે રાષ્ટ્રીય ભાવનાઓ સાથે જોડાયેલો મુદ્દો બની ગયો છે.