Ishant Sharma ઇશાંત શર્માની યાદગાર વાતચીત IPL 2025 પહેલા
Ishant Sharma IPL 2025 ની 60મી મેચ પહેલા જ્યારે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થવાની છે, ત્યારે ગુજરાતના અનુભવી ઇશાંત શર્માએ વિરાટ કોહલી વિશે એક હ્રદયસ્પર્શી વાત કહી છે. ઇશાંતે કહ્યું, “વિરાટ દુનિયા માટે સ્ટાર હોઈ શકે છે, પણ મારા માટે તે હંમેશા ચીકુ રહેશે.” આ એક વાક્યે તેમની મિત્રતાની ઊંડી નોંધ આપી દીધી છે.
U-17 થી લઈને ભારતીય ટીમ સુધીનો સફર
ઇશાંત શર્માએ જણાવ્યું કે તેમની અને વિરાટ કોહલીની મિત્રતા આજેની નહિં, પણ U-17 દિવસોથી છે. બંનેએ એકસાથે અંડર-૧૯ ટીમ માટે રમત શરુ કરી હતી અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાયા હતા. ઇશાંતે કહ્યું કે, “અમે બંનેએ એકસાથે ડેબ્યૂ ન કર્યું હોય, પણ અમે સાથે આગળ વધ્યા છીએ.“
મિત્રતાની મીઠી યાદો
ઇશાંતે હાસ્યાસ્પદ રીતે એક જૂનો કિસ્સો પણ યાદ કર્યો, “જ્યારે અમે અંડર-૧૯ માટે રમતા હતા, ત્યારે અમારી પાસે થોડા જ પૈસા હોય, જેને ભોજન માટે વાપરતા અને પછી ટ્રાવેલ એલાઉન્સના (TA) પૈસા બચાવીને ઘરે લઈ જતા.” આ વાતો માત્ર તેમની નજદીકી બતાવે છે નહીં, પણ એ સમયના સંઘર્ષભર્યા દિવસોની પણ યાદ અપાવે છે.
“મારો ચીકુ આજે પણ એવો જ છે”
ઇશાંત શર્માએ સ્પષ્ટ કર્યું કે વિરાટ કોહલીના સ્ટાર ડોમ અને ક્રિકેટિંગ સફળતા છતાં પણ તેમના માટે કોહલીનું સ્થાન કોઈ સેલિબ્રિટી જેવું નથી. “જ્યારે અમે મળીએ છીએ, ત્યારે ક્રિકેટ કરતાં વધુ મજાક-મસ્તી કરીએ છીએ. તે હજી પણ મારા માટે ચીકુ છે – જે મારા બાજુમાં સૂતો હતો અને મારી સાથે હસતો હતો.”
ઇશાંત શર્મા અને વિરાટ કોહલીની મિત્રતા એ સાબિત કરે છે કે કામયાબી સંબંધી બદલતી નથી, જો સંબંધો સાચા હોય. ઈશાંતનું નિવેદન માત્ર એક મિત્રની લાગણી નથી, પણ એ આજેના ખેલાડીઓ માટે એક સંદેશ પણ છે.