Jasprit Bumrah Injury: સિડની ટેસ્ટમાં ભારતની મુશ્કેલીઓ વધી, બુમરાહ ઘાયલ
Jasprit Bumrah Injury બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને છેલ્લી ટેસ્ટ દરમિયાન ભારત માટે એક નવી ચિંતા ઊભી થઈ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રિત બુમરાહ મેચ દરમિયાન અચાનક જ મેદાનની બહાર નીકળી ગયો હતો, જેનાથી ટીમ અને ફેન્સની ચિંતા વધી ગઈ હતી. બુમરાહ લગભગ અડધા કલાક સુધી મેદાનની બહાર રહ્યો હતો અને ત્યારબાદ તે તબીબી ટીમ સાથે કારમાં જતો જોવા મળ્યો હતો, જેના કારણે એવી અટકળો થઈ હતી કે તેને કોઈ પ્રકારનું સ્કેન કરાવવામાં આવ્યું હતું.
Jasprit Bumrah Injury ઈંગ્લીશ કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ પણ આ ઘટના પર ટિપ્પણી કરતા કહ્યું કે શક્ય છે કે બુમરાહને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હોય. જો કે બુમરાહની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. બુમરાહે અત્યાર સુધી સિડની ટેસ્ટમાં 10 ઓવર ફેંકી છે અને 2 વિકેટ લીધી છે. બોલિંગ કરતી વખતે તે સંપૂર્ણ રીતે ફિટ દેખાતો હતો, પરંતુ જ્યારે તે લંચ પછી મેદાન પર પાછો ફર્યો તો થોડા સમય પછી ફરીથી મેદાનની બહાર ગયો.
આ ઘટનાએ ટીમ ઈન્ડિયા માટે ચિંતા વધારી દીધી છે, કારણ કે બુમરાહ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે અત્યાર સુધીમાં કુલ 32 વિકેટ ઝડપી છે જેમાં પ્રથમ ચાર મેચમાં 30 વિકેટ અને સિડની ટેસ્ટમાં 2 વિકેટ સામેલ છે. બુમરાહ સિવાય ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ 22 વિકેટ સાથે બીજા સ્થાને છે.
બુમરાહની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે તે આ શ્રેણીમાં સૌથી અસરકારક બોલર રહ્યો છે. જો કે, આ ઈજા અંગે હજુ સુધી કોઈ વધુ માહિતી નથી અને તે ક્યારે પરત ફરે છે તે જોવું રહ્યું.