IPL 2025 માટે Jio Hotstarની નવી ઓફર: IPL મફતમાં જોઈ શકો છો!
IPL 2025 ની મોજમસ્તી હવે જિયો સિમ ગ્રાહકો માટે મફત હશે! રિલાયન્સ જિયો દ્વારા IPL 2025 માટે લોંચ કરાયેલી નવી ઓફરથી ક્રિકેટ ચાહકો ખૂબ ઉત્સાહિત છે. હવે, Jio સિમ ગ્રાહકો માત્ર 299 રૂપિયાનું રિચાર્જ કરવાથી IPL 2025 ની આખી સીઝન મફતમાં જોઈ શકશે.
આ ખાસ ઓફર 17 માર્ચથી 31 માર્ચ, 2025 સુધી ઉપલબ્ધ રહેશે. Jio એ IPL 2025 માટે 90 દિવસનું મફત JioHotstar સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યું છે. IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થાય છે અને 25 મે સુધી ચાલશે, જેમાં કુલ 74 મેચો 13 શહેરોમાં રમાશે.
Jio દ્વારા રજૂ કરેલા 2 પ્લાનમાં, જૂના Jio ગ્રાહકો 31 માર્ચ સુધી 299 રૂપિયાનું રિચાર્જ કરવાથી આ મફત ઓફરનો લાભ લઈ શકશે. આ સિવાય, નવો Jio સિમ લેતા અને 299 રૂપિયાનો રિચાર્જ કરનારાઓને પણ 90 દિવસનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે.
આ JioHotstar સબ્સ્ક્રિપ્શનની ખાસ વાત એ છે કે, જે વપરાશકર્તાઓ 299 રૂપિયા રિચાર્જ કરશે, તેઓ IPL 2025 ની તમામ મેચો 4K પિક્ચર ક્વોલિટી સાથે જોઈ શકશે. કંપનીએ જણાવ્યું છે કે આ ઓફર 31 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે, અને 22 માર્ચથી IPL 2025 સીઝનની શરૂઆત KKR અને RCB વચ્ચેની મેચથી થશે.
આ ઉપરાંત, Jio એ JioFiber અને JioAirFiber માટે 50 દિવસનું મફત કનેક્શન પણ આપવાની જાહેરાત કરી છે. IPL 2025 સીઝનના અંતે, Jio ગ્રાહકો IPL માટે મફત સબ્સ્ક્રિપ્શનનો લાભ 1 મહિના સુધી લઈ શકશે.
આ નવી ઓફર IPL 2025 માટે Jio સિમ ગ્રાહકો માટે એક શાનદાર તક બની રહી છે, જે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે IPL જોવા માટે વધુ સસ્તું અને સરળ બની રહ્યું છે!