નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ જસ્ટિન લૈંગર કહ્યું છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 સીઝન યોગ્ય સમયે નહોતી યોજાઇ અને તેના પરિણામે ઘણા ખેલાડીઓ ઈન્જર્ડ થયા હતા. કોરોના રોગચાળાને કારણે, આઈપીએલ, 2020 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં યોજાયો હતી અને તે પછી જ ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થવાનો હતો.
લેંગર વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, “મેં કહ્યું કે આ વખતે ઉનાળો સૌથી મોટો રહેવાનો છે. આ સીઝનમાં ઇજાઓ થવાની સૂચિ લાંબી છે. મને લાગે છે કે આ વર્ષે આઈપીએલનો સમય યોગ્ય નહોતો. ખાસ કરીને આટલી મોટી શ્રેણી સાથે તૈયારી કરવાની કોઈ તક નહોતી. પણ આ વખતે ટૂર્નામેન્ટનો સમય આદર્શ નહોતો. ”
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાની પ્રથમ વનડે, ત્રણ ટી -20 અને બે ટેસ્ટમાં ન રમી શકયો. ત્રીજી ટેસ્ટ મેચ માટે પણ વોર્નર સંપૂર્ણ રીતે ફિટ ન હતો, પરંતુ આ છતાં તે રમ્યો હતો. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પણ ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ ચોથી ટેસ્ટમાં રમવાનું નક્કી નથી. તે પહેલાં મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ ઈન્જર્ડ થયા હતા અને શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા.
જોકે, લેંગરે આઈપીએલની પ્રશંસા કરતા કહ્યું કે, “હું આઈપીએલને પસંદ કરું છું. જેમ મારા નાનપણના દિવસોમાં કાઉન્ટી ક્રિકેટ હતું. ક્રિકેટ કુશળતા કાઉન્ટી રમીને વિકસિત થઈ હતી અને હવે આઇપીએલ મર્યાદિત ઓવરની રમતોમાં સુધારણા લાવી રહી છે.” , પરંતુ કોવિડ -19 ને કારણે, આ વખતે સમય યોગ્ય નહોતો. બંને ટીમોમાં કેટલા ખેલાડીઓ ઈન્જર્ડ થયા છે, જે લીગની અસર પણ હોઈ શકે છે. ” તેમણે કહ્યું, “મને ખાતરી છે કે તેની સમીક્ષા કરવામાં આવશે. તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની નજરમાં છે. વનડે સિરીઝ પછી પણ અમે કહ્યું છે કે તેની સમીક્ષા થવી જોઈએ.”