ભારતીય ક્રિકેટનું સંચાલન કરતી વહીવટદારોની કમિટી (સીઓઍ) દ્વારા ભારતીય પુરૂષ ટીમના આગામી કોચની પસંદગી કરવાની જવાબદારી કપિલ દેવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ઍડ હોક કમિટીને સોંપી છે. જા કે કપિલની આગેવાની હેઠળની કમિટીને ફરી કામ સોંપાતા ફરી ઍકવાર સીઓઍ વચ્ચે મતભેદ થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. ઍડ હોક કમિટીમાં કપિલની સાથે અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીનો સમાવેશ થાય છે.
આ પહેલા તેમણે મહિલા ટીમના કોચ તરીકે ડબલ્યુ વી રમનની પસંદગી કરી હતી અને તે સમયે સીઓઍના અધ્યક્ષ વિનોદ રાય અને સભ્ય ડાયેના ઍદલજી વચ્ચે વિખવાદ થયો હતો. ઍદલજીઍ મહિલા કોચની પસંદગી પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી હતી અને તે સમયે તેમનું કહેવું હતું કે કોચની પસંદગી માત્ર ક્રિકેટ સલાહકાર ક્મિટી (સીઍસી) જ કરી શકે છે. જા કે હવે સીઓઍ ૩ સભ્યની પેનલ છે અને તેમાં ત્રીજા સભ્ય તરીકે નિવૃત્ત લેફટનન્ટ જનરલ રવિ થોડગે સામેલ થયા છે.
હિતોના ટકરાવને કારણે સચિન તેંદુલકર, વીવીઍસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીને સમાવતી સીઍસીનું ભાવિ હાલ અસ્પષ્ટ છે અને તેથી આ કામ કપિલની સમિતિને સોંપવામાં આવ્યું છે. જો કે કપિલ અને રંગાસ્વામી પણ હિતોના ટકરાવ સંબંધી નિયમ હેઠળ આવે છે.
સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા કપિલ દેવની આગેવાની હેઠળની કમિટી કામ નહીં કરી શકે
ભારતીય ક્રિકેટ ટીમના આગામી કોચને પસંદ કરવા માટે કપિલ દેવની આગેવાની હેઠળની ઍડ હોક કમિટી સૌથી આગïળ છે પણ સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી આ કમિટીને અંતિમ રૂપ આપવાનો નિર્ણય લઇ શકાશે નહીં. જા સુપ્રીમ કોર્ટ સીઍસી બાબતે કોઇ નિર્દશ ન કરે તો સીઓઍ કપિલની આગેવાની હેઠળની ઍડ હોક કમિટીને આ કામ સોંપી શકે છે. પણ ઍક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી આગામી સુનાવણી ન થઇ જાય ત્યાં સુધી કોઇ કમિટીની રચના કરી શકાશે નહીં.