KL Rahul સસરા સુનીલ શેટ્ટી સાથે 9.85 કરોડની જમીન ખરીદી: કેએલ રાહુલની લાઈફસ્ટાઈલ અને IPL 2025માં ધમાકેદાર રન
KL Rahul ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી કેએલ રાહુલ માત્ર મેદાન પર જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટની દુનિયામાં પણ ધમાકેદાર રીતે આગળ વધી રહ્યો છે. તાજેતરમાં રાહુલે પોતાના સસરા અને અભિનેતા સુનીલ શેટ્ટી સાથે મળીને મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઓવાલે વિસ્તારમાં 7 એકર જમીન ખરીદી છે.
9.85 કરોડનો ખર્ચ, લાખોનો સ્ટેમ્પ ડ્યુટી
માર્ચ 2025માં નોંધાયેલી આ મિલકત માટે રાહુલ અને શેટ્ટીએ કુલ 9.85 કરોડ રૂપિયા ચુકવ્યા છે. જેમાંથી સ્ટેમ્પ ડ્યુટી તરીકે 68.96 લાખ રૂપિયા અને નોંધણી માટે 30 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઓવલે વિસ્તાર ઘોડબંદર રોડ નજીક આવેલી એક મહત્વની વ્યાવસાયિક લોકેશન તરીકે ઓળખાય છે, જે મુંબઈ અને થાણે શહેરના મિડ-હાઈ એન્ડ પોર્ટફોલિયોમાં શામેલ છે.
પહેલાં પણ ખરીદ્યું હતું લક્ઝરી એપાર્ટમેન્ટ
આ પહેલા, 2023માં રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટીએ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં સ્થિત ‘સંધુ પેલેસ’માં 3,350 ચોરસ ફૂટનો લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો, જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ છે. આ સંપત્તિ પર તેમને સ્ટેમ્પ ડ્યુટીના રૂ. 1.20 કરોડ પણ ચૂકવવા પડ્યા હતા.
પિતા બન્યા પછી IPLમાં તોફાની વાપસી
24 માર્ચ 2025ના રોજ રાહુલ પિતા બન્યા હતા. પત્ની આથિયા શેટ્ટીએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ શુભ પ્રસંગે રાહુલે IPLની શરૂઆતની કેટલીક મેચો ચૂકી દીધી હતી. છતાં પાછા વળી અને IPL 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોરદાર પ્રદર્શન કર્યુ છે.
આઈપીએલ 2025માં અત્યાર સુધી રમાયેલી 4 ઇનિંગ્સમાં રાહુલે 200 રન ફટકાર્યા છે, જેમાં 2 અડધી સદી શામેલ છે. તેની સ્ટ્રાઇક રેટ 164 રહી છે, જે તેને દિલ્હી કેપિટલ્સ માટે સિઝનનો ટોપ સ્કોરર બનાવે છે.
કેએલ રાહુલ ખિલાડી તરીકે તેમજ વ્યક્તિગત જીવનમાં પણ સફળતાના શિખર પર છે. જમીનમાં રોકાણથી લઈ IPL સુધી, તેમનો ફોર્મ અને ફોકસ બંને ઊંચા સપાટીએ છે.