ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની મેચ પછી આઇસીસીની આચાર સંહિતાના લેવલ ૧ના ભંગ માટે કસુરવાર ઠેરવીને 25 ટકા મેચ ફીનો દંડ કરાયો હતો. આઇસીસી આચારસંહિતાના લેવલ-1 ઇન્ટરનેશનલ મેચ દરમિયાન વધુ પડતી અપીલ કરવા સંબંધે છે.
વિરાટ કોહલી ઍક લેગ બિફોરની અપીલ માટે આક્રમક થઇને અમ્પાયર અલીમ ડાર તરફ આગળ વધ્યો હતો. કોહલીઍ પોતાની ભુલ સ્વીકારીને મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા સંભળાવાયેલી સજા ગ્રાહ્ય રાખી હતી, તેથી આ બાબતે વધુ સુનાવણી કરવાની જરૂર પડી નહોતી. કોહલીના ખાતામાં 2 ડિ મેરિટ પોઇન્ટ જમા થયા છે, આ પહેલા 15 જાન્યુઆરી 2018ના દિવસે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં તેને 1 ડિમેરિટ પોઇન્ટ મળ્યો હતો.