ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ અમેરિકાના ફલોરિડામાં પહોંચ્યા પછી પોતાના સાથી ખેલાડીઓ સાથેનો ઍક ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. જા કે આ ફોટો શેર કર્યો તેની સાથે જ ક્રિકેટ ચાહકોઍ વિરાટ કોહલીને સવાલ કર્યો હતો કે રોહિત શર્મા કયાં છે? વિરાટે આ ફોટો શેર કરીને તેની ફોટો કેપ્શન આપતાં લખ્યું હતું કે સ્કવોડ.
વિરાટે શેર કરેલા આ ફોટોમાં રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ખલીલ અહેમદ, શ્રેયસ ઐય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને કેઍલ રાહુલ જાવા મળે છે. ફોટોમાં રોહિત શર્મા ન દેખાતા ચાહકોઍ આ અંગે વિરાટ કોહલીને ટ્વિટર પર જ ટ્રોલ કરીને સવાલ કરવા માંડ્યો હતો કે રોહિત શર્મા કયાં છે?
ઍ ઉલ્લેખનીય છે કે વિરાટે આ પહેલા પણ ઍક ફોટો શેર કર્યો ત્યારે પણ તેમાં રોહિતની ગેરહાજરી હતી અને તે મામલે પણ લોકોઍ આ જ સવાલ કર્યો હતો. વિરાટે વિન્ડીઝ પ્રવાસે જવા પહેલા કહ્યું હતું કે ભારતીય ટીમના ડ્રેસિંગરૂમમાં જરાપણ વિખવાદ નથી અને રોહિત સાથે તેને સારું જ બને છે.