ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, જેણે લાંબી રાહ જોયા બાદ સદીનો દુષ્કાળ સમાપ્ત કર્યો, તેણે તેના ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો છે. વિરાટે ગુરુવારે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સુપર ફોર મેચમાં તેની પ્રથમ ટી20 સદી ફટકારી હતી.
કોહલીએ 3 વર્ષ બાદ સદી ફટકારી હતી
કોહલીની આંતરરાષ્ટ્રીય સદી લગભગ ત્રણ વર્ષના ગાળા બાદ આવી છે. તેણે નવેમ્બર 2019માં તેની 70મી સદી બનાવી હતી. વિરાટે અફઘાનિસ્તાન સામે 53 બોલમાં 100 રનનો આંકડો પાર કર્યો હતો. તે શાનદાર સિક્સર ફટકારીને આ મુકામ સુધી પહોંચ્યો હતો. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 71મી સદી ફટકારી હતી. આ સદીની વિશેષતા એ છે કે તેણે 1019 દિવસની રાહ જોયા બાદ આ પરાક્રમનું પુનરાવર્તન કર્યું.

T20 માં અદ્ભુત
કોહલીએ પુરૂષોની T20માં 3500 રન પૂરા કર્યા છે અને આ સિદ્ધિ મેળવનાર દેશબંધુ કેપ્ટન રોહિત શર્મા બાદ બીજો ખેલાડી બની ગયો છે. કોહલીએ અણનમ 122 રન બનાવ્યા જે ટી20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર છે. UAEમાં ટી20માં પણ આ સર્વોચ્ચ સ્કોર છે. ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવીને એશિયા કપમાં પોતાનું અભિયાન શાનદાર રીતે પૂરું કર્યું. પાકિસ્તાન અને શ્રીલંકા રવિવારે યોજાનારી ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે.