નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ અનિલ કુંબલેને આશા છે કે, આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નું આયોજન કરવામાં આવશે અને તેમણે કોવિડ -19 રોગચાળાને લીધે પ્રેક્ષકો વિના આ સમૃદ્ધ લીગના આયોજનને પણ ટેકો આપ્યો હતો. તે હજી સત્તાવાર નથી, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ઓક્ટોબરમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે.
કોવિડ -19 રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ હજી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત છે. કુંબલેએ સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું હતું કે, “હા, અમે આ વર્ષે આઈપીએલ હોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ તેના માટે આપણે પ્રોગ્રામને ખૂબ જ વ્યસ્ત બનાવવો પડશે.”
તેમણે કહ્યું, ‘જો આપણે પ્રેક્ષકો વિના મેચનું આયોજન કરીએ, તો તે ત્રણ કે ચાર સ્થળોએ યોજાઈ શકે છે. હજી પણ તેનું આયોજન થવાની સંભાવના છે. આપણે બધા આશાવાદી છીએ. ‘