ઓસ્ટ્રેલિયન ટીમના સહાયક કોચ રિકી પોન્ટીંગને ઍવું લાગે છે કે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ટીમમાં પોતાને સ્થાપિત કરવાના પડકારમાંથી બહાર આવી ગયો છે અને હવે તે પોતાના જારદાર પ્રદર્શનના જારે આ વર્લ્ડ કપમાં ટોચનો સ્કોરર બની શકે છે. શરૂઆતની મેચોમાં રિધમ મેળવવા ઝઝુમેલા વોર્નરે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તે પછી હવે પોન્ટીંગે કહ્યું હતું કે તમે ડેવિડ વોર્નરને જાણો છો, તે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં હોય ત્યારે તમે જરા સરખી ભુલ કરો તો તેનું નુકસાન તમારે ભોગવવું પડે છે.
વોર્નરે પાકિસ્તાન સામે શતકીય ઇનિંગ રમ્યા પછી તેનામાં હવે આત્મવિશ્વાસ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલાની બે મેચમાં તેણે અર્ધ સદી તો ફટકારી હતી પણ તેની એ ઇનિંગ્સમાં આત્મવિશ્વસનો અભાવ હતો, જ્યારે પાકિસ્તાન સામેની સદી પછી તે આત્મવિશ્વાસમાં જણાઇ રહ્યો છે અને તેણે ખુદ એવું કહ્યું હતું કે મને એવું લાગતું હતું કે હું હવે ઓસ્ટ્રેલિયા વતી કદી સદી નહીં ફટકારી શકું,