LSG vs RCB BCCIએ ‘ફ્લિપ’ મારવા બદલ રિષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
LSG vs RCB IPL 2025ના અંતિમ લીગ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે RCB સામે 118 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ તેણે પોતાની ખુશી દર્શાવતા ‘ફ્લિપ’ stunt દ્વારા ઉજવણી કરી. જો કે મેચ જીતવા છતા પણ ટીમને મેચમાં મળતી સફળતા મળી નહિ અને બીજી તરફ પંતના માટે ખુશીની ક્ષણ થોડી નારાજગીમાં ફેરવાઈ જ્યારે BCCI દ્વારા તેના પર ₹30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
આ દંડ કોઈ ઉત્સવી જશને લઈને નહોતો, પરંતુ ધીમા ઓવર રેટને કારણે લાગ્યો. આ IPL સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો ઓવર રેટ અંગેનો ત્રીજો ગુનો હતો. IPLની આચારસંહિતાના નિયમો મુજબ, જ્યારે કોઈ ટીમ વારંવાર ઓવર રેટ નિયમોનું ઉલ્લંઘન કરે છે, ત્યારે કપ્તાનને વધુ કડક દંડ ભોગવવો પડે છે. તેથી ઋષભ પંતને ₹30 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
કેવળ પંત નહીં, પણ બાકીના પ્લેઇંગ ઇલેવન તેમજ ઇમ્પેક્ટ પ્લેયરને પણ ₹12 લાખ અથવા તેમની મેચ ફીના 50% જેટલો દંડ ફટકારાયો છે (જે ઓછું હોય તે મુજબ). આ દંડ નક્કી રીતે ટીમના શિસ્તભંગ માટેની ચેતવણી છે.
They are pumped up & HOW @RCBTweets enter the 2️⃣ with momentum led by their charismatic skipper Jitesh Sharma
Scorecard ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB pic.twitter.com/N0YAz0f95u
— IndianPremierLeague (@IPL) May 27, 2025
અંતિમ મેચમાં શાનદાર પંત પણ સિઝન રહી નિરાશાજનક
મેચમાં પંતે અદભૂત ઇનિંગ રમી હતી. 14 મેચોમાં તેણે કુલ 269 રન બનાવ્યા, જેમાં અંતિમ મેચની 118 રનની અણનમ ઇનિંગ મુખ્ય રહી. જોકે આખી સિઝન દરમ્યાન તેનો ફોર્મ સામાન્ય રહ્યો હતો – 13 ઇનિંગ્સમાં ફક્ત 151 રન.
લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અને અપેક્ષા હતી કે તે ટીમને ટાઇટલ તરફ દોરી જશે. પણ ટીમ લીગ સ્ટેજ સુધી જ સીમિત રહી, અને આર્થિક તથા સામૂહિક દ્રષ્ટિએ પણ પંતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું.
જીતનો હીરો – જીતેશ શર્મા
આરસીબી તરફથી જીતેશ શર્માએ 33 બોલમાં 85 રન ફટકારીને મેચ જીતી દીધો. ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીની તેજ શરૂઆત બાદ જીતેશની ઇનિંગે પંતની સદી effortsને ફિકી કરી નાખી. મેચ બાદ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો.