ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આમ તો પુરો થયો છે. પણ વેસ્ટઇન્ડિઝ પ્રવાસને ધ્યાને લઇ તેમાં 45 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ તરફ બીસીસીઆઇઍ ટીમના તમામ કોચિંગ પદ માટે અરજીઓ મગાવી છે, ત્યારે ઘણાં માજી ક્રિકેટરોઍ ભારતીય ટીમના કોચ બનવામાં રસ બતાવ્યો હોવાના અહેવાલો વચ્ચે શ્રીલંકાની ટીમના માજી કેપ્ટન મહેલા જયવર્ધનેનું નામ પણ તેમાં જાડાયું છે. કોચ પદ સંબંધે કપિલ દેવના નેતૃત્વ હેઠળની ક્રિકેટ સલાહકાર કમિટી અંતિમ નિર્ણય લેશે.
મહેલા જયવર્ધનેઍ ટુંકા ગાળા માટે ઇંગ્લેન્ડની ટીમના સહાયક કોચ તરીકે કામ કર્યુ હતું. આ ઉપરાંત તે સાઉધેમ્પ્ટન આધારિત ફ્રેન્ચાઇઝી સધર્ન બ્રેવનો હેડ કોચ બનવાની રેસમાં પણ સૌથી આગળ છે. મહેલા જયવર્ધનેઍ આઇપીઍલમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માટે ત્રણ ઍડિશન સુધી કોચિંગની જવાબદારી સંભાળી છે, જેમાંથી બે ઍડિશનમાં મુંબઇ ઇન્ડિયન્સે ટાઇટલ જીત્યું છે. ઍક અહેવાલ અનુસાર ભારતીય ટીમના કોચ બનવા માટેની રેસમાં ટોમ મુડી અને માજી કોચ ગેરી કર્સ્ટને પણ રસ બતાવ્યો છે.