કરાચી: પાકિસ્તાનનો વધુ એક ક્રિકેટર ઉમર અકમલ મેચ ફિક્સિંગની ચપેટમાં આવી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ તાત્કાલિક અસરથી 221 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા આ ક્રિકેટરને સસ્પેન્ડ કરી દીધો છે. ઉમર અકમલ પર એન્ટી કરપ્શન કોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 29 વર્ષીય ઉમર બે વનડે અને ચાર ટી 20 વર્લ્ડ કપ રમ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે એક પ્રેસ રિલીઝ કરીને ઉમરના સસ્પેન્શન અંગે માહિતી આપી હતી. પીસીબીએ કહ્યું, ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉમર અકમલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. તેમની ઉપર પીસીબીના એન્ટી કરપ્શન કોડની કલમ 4.7.1* હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.