નવી દિલ્હી : સિડની ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પર કરવામાં આવેલી વંશીય ટિપ્પણી બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ ટ્વિટર પર પહોંચી ગયા છે. ખરેખર, ઓસ્ટ્રેલિયન દર્શકોએ રવિવારે ફરી એકવાર ક્રિકેટને શરમજનક બનાવી છે.
સિડનીમાં શરુ થયેલ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રેક્ષકોએ ફરી મોહમ્મદ સિરાજ ઉપર વંશીય ટિપ્પણી કરી હતી. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ નિંદા થઈ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરોએ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે લખ્યું છે, ‘તુમ કરો તો સરકૈજમ, ઓર હમ કરે તો રેસિજમ. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક ઓસ્ટ્રેલિયન દર્શકો એસસીજીમાં આવી કૃત્ય કરી રહ્યા છે અને એક સારી ટેસ્ટ સિરીઝને બગાડે છે.
Tum karo toh Sarcasm , aur koi Kare toh Racism .
Very unfortunate with what some of the Australian crowd has been doing at the SCG and spoiling the vibes of a good test series. pic.twitter.com/mrDTbX4t7i— Virender Sehwag (@virendersehwag) January 10, 2021
પૂર્વ ભારતીય ઓપનર અને ક્રિકેટ કોમેંટેટર આકાશ ચોપડાએ લખ્યું છે, ‘જાતિવાદ માટે દુનિયામાં કોઈ સ્થાન નથી. હું આશા રાખું છું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આની તપાસ કરશે અને દોષીઓને સજા થશે.
Racism has no place in the world. The fact that we have to say this in 2021 proves that we haven’t done enough to eradicate the menace. Expecting Cricket Australia to investigate and punish the guilty. #AusvInd #Siraj
— Aakash Chopra (@cricketaakash) January 10, 2021