Captain Cool Trademark મહેન્દ્ર સિંહ ધોનીએ ‘Captain Cool’ નામના ટ્રેડમાર્ક માટે દાખલ કરી અરજી
Captain Cool Trademark ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને શાંત મિજાજના કેપ્ટન તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં છે. ધોનીએ પોતાનું પ્રખ્યાત બિરુદ ‘કેપ્ટન કૂલ’ હવે કાયદેસર રીતે પોતાની ઓળખ બનાવવા માટે પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ધોનીએ “Captain Cool” નામના ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. જો આ ટ્રેડમાર્ક મંજૂર થાય છે, તો કોઈપણ વ્યક્તિ કે કંપની તેને પ્રોફેશનલ કે કમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકશે નહીં.
કેપ્ટન કૂલનું બિરુદ કેવી રીતે બન્યું ધોનીની ઓળખ
ધોનીના કેપ્ટન તરીકેના દાયકામાં તેમના શાંત સ્વભાવ અને ઠંડા મસ્તક માટે સમગ્ર વિશ્વે તેમને “કેપ્ટન કૂલ” તરીકે ઓળખવાનું શરૂ કર્યું. 2007ના T20 વર્લ્ડ કપમાં ભારતની જીત હોય કે 2011ના ODI વર્લ્ડ કપની ઐતિહાસિક વિજયયાત્રા — દરેક તંગ સમયે ધોનીનું સંયમ અને સમજદારી ટીમ માટે જીતનું કારણ બની. વિકેટ પાછળથી પોતાની શાર્પ નજર અને વ્યૂહાત્મક નિર્ણયો લીધા માટે ધોની ચર્ચામાં રહ્યા. સમય સાથે ‘કેપ્ટન કૂલ’ માત્ર ઉપનામ ન રહ્યો, પણ એક બ્રાન્ડ બની ગયો.
ટ્રેડમાર્કનો ઉપયોગ કોચિંગ અને ટ્રેનિંગ સેન્ટર માટે
રિપોર્ટ મુજબ, ધોની ‘કેપ્ટન કૂલ’ નામનો ઉપયોગ તેના આગામી ટ્રેનિંગ, સ્પોર્ટ્સ એકેડેમી અથવા બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ માટે કરવાનું વિચારી રહ્યો છે. આવું થતા તે નામનો વ્યાપારિક ઉપયોગ કોઈ બીજું વ્યક્તિ કે સંસ્થા વગર પરવાનગી કરી નહીં શકે.
અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી પણ IPLમાં સક્રિય
2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થયા બાદ પણ ધોની IPLમાં સતત રમતાં રહ્યાં છે. તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયેલા છે. IPL 2025 દરમિયાન CSK માટે પરફોર્મન્સ ખૂબ ખાસ રહ્યું નહીં, પરંતુ ધોનીના આગલા સિઝનમાં રમવાની શક્યતા હજુ જીવી છે.
કેપ્ટન કૂલ’ હવે માત્ર ચાહકોના મનની ઓળખ નહીં રહે, પરંતુ કાયદેસર રીતે પણ મહેન્દ્ર સિંહ ધોનીનું પર્સનલ બ્રાન્ડ બની રહેશે. તે કેવી રીતે આ ઓળખનો ઉપયોગ કરશે તે આવનારા સમયમાં જાણવા મળશે.