ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ન્યુઝીલેન્ડ સામે 22 ઓક્ટોબરે શરૂ થનારી વન ડે સીરીઝમાં પહેલા પોતાની ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. ક્રિકેટથી દૂર પોતાની ફેમિલીની સાથે મસ્તી કરી રહ્યા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પોતાની દિકરી જીવાની સાથે ચણાના લોટના લાડુ પર હુમલો કરી રહ્યા છે. આ વીડિયોમાં લાડુને એક તરફથી ધોની તો બીજી તરફથી જીવા ખાવાની કોશિશ કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આપને જણાવી દઈએ કે અત્યારે હાલમાં જ ટીમ ઈન્ડિયાએ કેપ્ટન વિરાટ કોહલીનો જીવા સાથે એક વીડિયો ઘણો વાયરલ થયો હતો. જે ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ દરમિયાન બનાવાયો હતો. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ અને પછી શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ, ત્રણે વન ડે અને ત્રણ ટી-20 સીરીઝથી પહેલા ટીમ ઈન્ડિયાના દરેક ખિલાડીઓને દિવાળી ઉજવવા માટે આરામ અપાયો છે. ધોની 306 વન ડે મેચમાં 9758 રન બનાવી ચૂક્યા છે. જેમાં 66 અડધી સદી અને 10 સદી સામેલ છે. પૂર્વ કેપ્ટન ધોની આ સમયે સારા ફોર્મમાં છે. જેને તેઓ ન્યૂઝીલેન્ડ સામે થનારી સીરીઝમાં પણ ચાલુ રાખશે.