નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખૂબ જ રોમાંચક અને ટક્કરની મેચો જોવા મળે છે. આવી જ એક યાદગાર મેચ 2016 ના ટી 20 વર્લ્ડ કપમાં હતી. 4 વર્ષ પહેલા આજ દિવસે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી -20 વર્લ્ડ કપની મેચમાં દર્શકોના ધબકારા વધી ગયા હતા.
23 માર્ચ, 2016 ના રોજ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેમના ઠંડા સ્વભાવના એવા નમૂના રજૂ કર્યા હતા, જેની આજકાલ ચર્ચા કરવામાં આવી રહી છે. વર્લ્ડ ટી 20, 2016 માં બાંગ્લાદેશ સામે ‘ડુ કે ડાઇ’ મેચ હતી, જેમાં બાંગ્લાદેશની જીત લગભગ નિશ્ચિત લાગી હતી. પરંતુ, ધોનીને કંઈક બીજું મંજૂર હતું.
ધોનીએ બાંગ્લાદેશને રાડાવ્યું
ટી 20 વર્લ્ડ કપની મેચ બેંગલુરુના ગ્રાઉન્ડ પર રમવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 146 રન બનાવ્યા હતા. 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશ ટીમની વિકેટ પણ સતત અંતરાલે પડતી રહી. જો કે, ધ્યેય બહુ મોટું ન હતું.
બાંગ્લાદેશે 19 મી ઓવર સુધીમાં 136 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. મુશફિકુર રહીમ અને મહમુદુલ્લાહ ક્રીઝ પર રમી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશની ટીમ આ મેચને સરળતાથી તેમના નામે કરશે. પરંતુ, મહેન્દ્રસિંહ ધોનીએ આવું થવા દીધું નહીં.
છેલ્લી ઓવરમાં મેચનું વલણ બદલાયું. ચોથા બોલ પર મુશફિકુર રહીમ કેચ આઉટ થયો. તે જ સમયે, પાંચમા બોલ પર મહમુદુલ્લાહ પણ કેચ આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને છેલ્લા 3 બોલમાં 2 રન થવા દીધા ન હતા. આ મેચમાં બાંગ્લાદેશને અંતિમ બોલ પર બે રનની જરૂર હતી.
પંડ્યાની ઓફ સ્ટંમ્પની બહાર ફેંકાયેલા બોલ સુધી પહોંચી શક્યો નહીં અને રન માટે દોડ્યો હતો. જલદી બોલ ધોની પાસે આવ્યો અને તે મુસ્તાફિઝુર રહેમાનને રન આઉટ કરવા વિકેટ તરફ દોડી ગયો. વીજળીની જેવી ગતિ બતાવી ધોનીએ મુસ્તાફિઝુરને આઉટ કર્યો. આ રીતે ભારતે આ મેચ એક રનના અંતરે જીતી લીધી.
Last ball in a T20 game at the Chinnaswamy, two runs needed, MS Dhoni in the thick of things … and a run-out!
The OG edition ? #WT20 #Dhoni #RCBvCSK #IPL pic.twitter.com/mPMG42IS1X
— ICC (@ICC) April 22, 2019
ધોનીના છેલ્લા બોલથી શાનદાર રનઆઉટને કારણે ભારતે મેચ જીતી લીધી હતી, જેણે 2016 ટી -20 વર્લ્ડ કપમાં ભારતની આશાઓને બચાવી હતી.