નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટ્વિટર આઈડી પરથી બ્લૂ ટીક હટાવી દેવામાં આવી છે. એવી અટકળો ચાલી રહી છે કે ધોની ટ્વિટર પર ઓછો સક્રિય છે, તેથી ટ્વિટરે તેના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ધોનીના ટ્વિટર પર લગભગ 8.2 મિલિયન ફોલોઅર્સ છે.
છેલ્લું ટ્વિટ 8 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું
નોંધનીય છે કે એમએસ ધોનીએ આ વર્ષે 8 મી જાન્યુઆરીએ છેલ્લું ટ્વિટ કર્યું હતું. ત્યારથી તેણે ટ્વીટ કર્યું નથી. જોકે, તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ અનેક રેકોર્ડમાં નોંધાયેલું છે. પરંતુ કેપ્ટન 2013માં તેમણે એવો વર્લ્ડ રેકોર્ટ બનાવ્યો હતો જેને તોડવો ખુબ જ મુશ્કેલ છે. ધોનીએ ભારતને 2013માં આજના દિવસે ચેમ્પિયન ટ્રોફી જીતાડી હતી. તે દુનિયાનો પહેલો એવો કેપ્ટન બની ગયો હતો. જેણે કેપ્ટનના રૂપમાં આઈસીસીના બધાજ એવોર્ડ પોતાના નામે કરી લીધા હતા.
ચેમ્પિયન ટ્રોફી પહેલા ધોની ભારતને પોતાની કેપ્ટનશીપમાં 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપ જીતાડી ચુક્યો હતો. ધોની માટે આ ઈતિહાસ રચવો આસાન નથી. મેજબાન ઇંગ્લેન્ડ સામે રમવામાં આવેલી ફાઈનલ મેચમાં પહેલા વરસાદે ખલેલ પહોંચાડી અને પછી વરસાદના કારણે મેચ 20-20 ઓવરની થઈ ગઈ અને પરિસ્થિતિ મેજબાનોને અનૂકુળ થઈ ગઈ.
ભારતે પહેલા બેટિંગ કરતા 7 વિકેટના નુકસાન ઉપર 129 રન બનાવ્યા હતા. આ દમરિયાન ધોની 31, કોહલીએ 43 અને જાડેજાએ 33 રન બનાવ્યા હતા. 20 ઓવરમાં 130 રનનું લક્ષ્ય ખુબ જ આસાન હતું. પરતુ જ્યારે ધોની પોતાનું મગજ ચલાવતા હતા તો વિપક્ષી ટીમને પણ કોઈપણ મુકાબલામાં હરાવવાની ક્ષમતા રાખતો હતો.