નવી દિલ્હી : શુક્રવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને મુંબઇ ઈન્ડિયન્સના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે એકતરફી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 10 વિકેટે પરાજય આપ્યો છે.
મુંબઇએ મોટી જીત નોંધાવી છે, જેણે ચેન્નાઈનો સામાન્ય 115 રનના લક્ષ્યાંકને 12.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. મુંબઈ તરફથી ઈશાન કિશનને અણનમ 68 રન અને ક્વિંટન ડી કોકે અણનમ 46 રન બનાવ્યા. આ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના પર્ફોમન્સને લઈને સોશિયલ મીડિયા પર મજાક ઉડી રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા છે. માત્ર 3 રનની અંદર ચેન્નાઇની ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઋતુરાજ ગાયકવાડ ઝીરો, ફાફ ડુ પ્લેસી 1 રન, અંબાતી રાયડુ 2 રન એન જગદિશન ઝીરો, જાડેજા 7 રન બનાવી શક્યા હતા. મહેન્દ્રસિંહ ધોની 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ફ્લોપ પરફોર્મન્સ માટે ચેન્નાઈના બેટ્સમેનની ટ્વિટર પર મજાક ઉડાવવામાં આવી રહી છે.
મુંબઈએ ચેન્નાઇને સૌથી ઓછા આઈપીએલ સ્કોરના રેકોર્ડ તરફ ફેરવી દીધો હતો, પરંતુ સેમ કુરેને નિર્ણાયક સમયે અડધી સદીની ઇનિંગ રમીને ચેન્નાઈની ખોટ બચાવી હતી.