ઇજાગ્રસ્ત શિખર ધવનની ગેરહાજરીમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ગુરૂવારે અહીં રમાનારી મેચમાં મેદાને ઉતરશે ત્યારે સતત ખરાબ રહેલું હવામાન સુધર્યા પછી ન્યુઝીલેન્ડનું જોરદાર બોલિંગ આક્રમણ ભારતીય ટીમની આકરી કસોટી કરે તેવી સંભાવના છે. કમોસમી વરસાદનું જોખમ આ મેચ પર પણ છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરૂવારે અહીં બપોર પછી વરસાદ નહીં પડે, ત્યારે ઍ વાતને ધ્યાને લેતા ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચની ઓવરોમાં કપાત થવાની સંભાવના છે. હાલમાં વરસાદને કારણે ટોસ ઉછાળવામાં વિલંબ થઇ રહ્યો છે.
જો મેચ ઓછી ઓવરોની રમાશે તો કીવી ટીમની ઝડપી બોલિંગ ભારતીય ટીમની નવી ઓપનીંગ જોડી સામે મુશ્કેલ ઊભી કરી શકે છે. ધવનની ગેરહાજરીમાં રોહિત શર્માની સાથે કેઍલ રાહુલ ઓપનીંગમાં ઉતરી શકે છે. ધવન ઘાયલ થયો હોવાથી ભારતીય ટીમે પોતાની વ્યુહરચના બદલવી પડી શકે છે. આવતીકાલની મેચમાં ટીમ ઇન્ડિયાને ડાબોડી ઓપનરની ખોટ સાલશે, પણ તેની હકારાત્મક બાબત ઍ પણ છે કે તેનાથી ભારતીય ટીમનો પોતાનો પ્લાન બી કેટલો કારગત નિવડશે તેની માહિતી મળશે.
રાહુલ ટોચના ક્રમે આવશે તેનો સીધો મતલબ ઍ છે કે વિજય શંકર અથવા દિનેશ કાર્તિક ઍ બેમાંથી કોઇ ઍકને ચોથા ક્રમે ઉતારવો પડશે. શંકરની ઓલરાઉન્ડ ક્ષમતા સામે કાર્તિકનો અનુભવ છે. આ ઉપરાંત વાદળીયુ વાતાવરણ હોવાને કારણે ઍક સ્પિનરને બહાર મુકીને ટીમમાં મહંમદ શમીનો સમાવેશ કરવામાં આવી શકે છે. જો શંકર અને કાર્તિક બંનેનો સમાવેશ થાય તો કેદાર જાદવે બહાર બેસવું પડી શકે છે.
ભારતીય ઓપનરોની સામે ટ્રેન્ટ બોલ્ટ હશે, જેણે ઓવલની પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્મસેનોને મુશ્કેલીમાં મુક્યા હતા. જો કે તે સમયે ટીમ ઇન્ડિયાઍ ઇંગ્લેન્ડમાં ઍટલો સમય ગાળ્યો નહોતો. હવે બે અઠવાડિયા થઇ ગયા છે અને બોલ્ટને પણ જોઇઍ તેવી સ્વિંગ મળતી નથી, જો કે તેની બોલિંગ પરિસ્થિતિ પર નિર્ભર નથી રહેતી.