નવી દિલ્હી : આઇસીસીએ મંગળવારે જો કોઈ ખેલાડીને ટેસ્ટ મેચ દરમિયાન કોરોના વાયરસના ચેપના સંકેત મળ્યા, તો તેને બદલવાની મંજૂરી આપી હતી, જ્યારે કોરોના રોગચાળાના ખતરાના પગલે વચગાળાના ફેરફારો હેઠળ બોલને ચમકાવતી વખતે લાળના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધો અને દ્વિપક્ષીય સિરીઝમાં સ્થાનિક અમ્પાયરને પણ મંજૂરી આપવામાં આવી હતી.
https://twitter.com/ICC/status/1270334830593617925
અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સમિતિ દ્વારા એ સૂચનો આપવાંમાં આવ્યા હતા કે, જેથી ક્રિકેટ પુન:સ્થાપિત થાય છે ત્યારે કોરોના રોગચાળાને કારણે ખેલાડીઓ અને મેચ અધિકારીઓની સલામતી સુનિશ્ચિત થઇ શકે. તેને આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ કમિટીએ મંજૂરી આપી હતી.