શનિવારે અહીં રમાયેલી ઍક મેચમાં કાર્લોસ બ્રેથવેટની બ્રેવ અને તોફાની ઇનિંગને પગલે ઍક તબક્કે મેચ જીતવાની નજીક પહોંચી ગયેલું વેસ્ટઇન્ડિઝ માત્ર 5 રને ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતુ. ન્યુઝીલેન્ડે કેન વિલિયમ્સનની સદીની મદદથી મુકેલા 292 રનના લક્ષ્યાંક સામે ઍક તબક્કે 164 રનમાં 7 વિકેટ ગુમાવી ચુકેલું વેસ્ટઇન્ડિઝ બ્રેથવેટની બ્રેવ ઇનિંગથી વિજયની સાવ નજીક પહોંચીને હાર્યુ હતું.
164 પર 7 વિકેટ ગુમાવ્યા પછી બ્રેથવેટે કેમાર રોચ સાથે 8મી વિકેટની 47 રનની ભાગીદારી કરી જેમાં રોચના માત્ર 14 રન હતા, તે પછી શેલ્ડન કોટ્રેલ સાથે બ્રેથવેટે 34 રનની ભાગીદારી કરી, જેમાં કોટ્રેલના 15 રન હતા. તે પછી બ્રેથવેટે 48મી ઓવર ફેંકવા આવેલા મેટ હેનરીની ઍ ઓવરમાં 25 રન કરીને વિન્ડીઝને વિજયની પાસે પહોંચાડ્યું હતુ. બે ઓવરમાં વેસ્ટઇન્ડિઝને 8 રન જોઇતા હતા, તેણે 49મી ઓવરમાં 2 રન લઇ પોતાની સદી પુરી કરી હતી અને જીતવા માટે હવે 6 રન જરૂરી હતા ત્યારે 49મી ઓવરના છેલ્લા બોલે તે છગ્ગો ફટકારવાના પ્રયાસમાં છેક બાઉન્ડરી રોપ પાસે બોલ્ટ દ્વારા પકડાયેલા ઍક જોરદાર કેચને કારણે આઉટ થયો હતો. અને વેસ્ટઇન્ડિઝ 5 રને મેચ હાર્યુ ત્યારે હજુ ઍક ઓવર ફેંકાવાની બાકી હતી. આઉટ થયાં પછી બ્રેથવેટ મેદાન પર જ બેસી પડ્યો હતો અને તેની આંખમાં આંસુ ચમકી ઉઠ્યા હતા.