ન્યુઝીલેન્ડની ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડનું કહેવું છે કે વર્લ્ડકપની ફાઇનલ મેચ ટાઇ થઇ અને તે પછી સુપર ઓવર પણ ટાઇમાં ફેરવાઇ ત્યારે કોઇ ઍક ટીમને વિજેતા જાહેર કરવાને બદલે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવા જાઇતા હતા.
કીવી ટીમના મુખ્ય કોચની વાતમાં બેટિંગ કોચ ક્રેગ મેકમિલને પણ સૂર પુરાવ્યો હતો અને કહ્યું હતું કે જા ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હોત તો તે ફાઇનલની યોગ્ય પુર્ણાહુતિ ગણાઇ હોત. સ્ટેડે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તમે 7 અઠવાડિયાથી રમી રહ્યા હોવ, અને ફાઇનલના દિવસે પણ તમે બરોબરી પર જ રહો તો આ બાબતે વિચારણા થવી જ જાઇઍ.
તેમણે કહ્યું હતું કે વર્લ્ડકપની ફાઇનલમાં આ વાત વિચારવા લાયક તો છે જ. તેમણે ઉમેર્યુ હતું કે તમામ વાતોને ધ્યાને લેવી જાઇઍ અને આ ઍક મહત્વનો મુદ્દો હોવાથી હવે તે અંગે વિચારવાનું શરૂ કરી દેવું જાઇઍ. તેમણે કહ્યું હતું કે આઇસીસીઍ ગત વર્ષે સુપર ઓવરનો જે નિયમ અપનાવ્યો તેને બદલે ટાઇ થાય તો સંયુક્ત વિજેતા જાહેર કરવા બાબતે વિચારવું જાઇઍ.