22 ઓક્ટોબરથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે અને ટી20 મેચની સીરીઝની શરૂઆત થઇ રહી છે. જેને પગલે આજે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતીય પ્રવાસને લઇને પહેલા જ 9 ખેલાડીઓની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આજે બાકીના 6 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી.
ન્યુઝીલેન્ડના પસંદગીકર્તાઓએ બાકીના 6 ખેલાડીઓની પસંદગી સમયે હાલમાં જ ભારત A સામેની પુરી થયેલી સીરીઝને ધ્યાનમાં લીધી છે. જેમાંથી સારૂ પ્રદર્શન કરનારને ન્યુઝીલેન્ડની મુખ્ય ટીમમાં સમાવેશ આપ્યો છે. જેમાં ગ્લેન ફિલિપ્સ અને ટોડ એલ્સને ટીમમાં સમાવેશ આપ્યો છે. તો વન-ડે સીરીઝમાં રોસ ટેલર અને જોર્જ વર્કરને ટી20 સીરીઝમાં જગ્યા નથી મળી.
ભારત સામેની સીરીઝમાં ન્યુઝીલેન્ડની વન-ડે ટીમ આ પ્રમાણે છે
કેન વિલિયમ્સન(સુકાની), ટોડ એશ્લે, ટ્રેંટ બોલ્ટ, કોલિન ડી ગ્રાંડહોમ, માર્ટીન ગપ્ટીલ, મૈટ હેનરી, ટોમ લાથમ, મિચેલ સેંટનર, હેનરી નિકોલસ, કોલિન મુનરો, ગ્લેન ફિલિપ્સ, ટીમ સાઉદી, રોસ ટેલર, એડમ મિલને, જોર્જ વર્કર.
ભારત સામેની સીરીઝમાં ન્યુઝીલેન્ડની ટી-20 ટીમ આ પ્રમાણે છે
કેન વિલિયમ્સન(સુકાની), ટોડ એશ્લે, ટ્રેંટ બોલ્ટ, કોલિન ડી ગ્રાંડહોમ, માર્ટીન ગપ્ટીલ, મૈટ હેનરી, ટોમ લાથમ, હેનરી નિકોલસ, એડમ મિલને, કોલિન મુનરો, મિચેલ સૈંટનર, ટીમ સાઉદી, ટોમ બ્રુસ, ઇશ સોઢી અને ગ્લેન ફિલિપ્સ.