ભારત સામે વન ડે શ્રૃંખલા પહેલા ન્યૂઝીલેન્ડ ટીમ કાલથી બોર્ડ અધ્યક્શ એકાદશની સામે અભ્યાસ મેચ રમશે જેમાં તેમનું લક્શ્ય સ્પિન બોલિંગ રમવાનો ખૂબ જ અભ્યાસ કરવો પડશે. કેન વિલિયમસનના વડપણ વાળી કીવી ટીમે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા પર કેટલાક સત્રોમાં અભ્યાસ કર્યો છે જ્યાં આજથી મેચ રમાશે. વિલિયમસન, રોસ ટેલર અને માર્ટન ગુપ્ટિલ શ્રૃંખલાથી પહેલા લય હાંસલ કરવી પડશે. બીજી તરફ બોર્ડ અક્યક્શ એકાદશ ટીમ યુવા છે જેની કેપટનશીપ મુંબઈના બેટ્સમેન શ્રેયસ ઐયર કરશે જેમણે ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. ઐયર, કરૂણ નાયર, વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંત અને યુવા પૃથ્વી શો સારું પ્રદર્શન કરીને ચયનકર્તાઓ પર છાપ છોડવા ઈચ્છશે. બોલરોનો પણ ઈરાદી કીવી બેટ્સમેનોને પરેશાન કરવાનો હશે.
તો ન્યૂઝીલેન્ડના કોચ માઈક હેંસન ઈચ્છશે કે બોલરની મદદગાર વિકેટ પર ટીમ લાથમ અને ગુપ્ટીલ ટીમને સારી શરૂઆત આપે. બોર્ડ અધ્યક્શ એકાદશ ટીમમાં કોઈ સિનિયર તેજ બોલર નથી. જોકે ધવલ કુલકર્ણી અને જયદેવ ઉનડકટ નવી બોલિંગ સંભાળશે. સ્પિનની જવાબદારી ફોર્મમાં ચાલી રહેલા શાહબાઝ નદીમ અને યુવા રાહુજ ચહાર પર હશે. વિલિયમસને કહ્યું કે ભારત માટે શ્રૃંખલાથી પહેલા બે અભ્યાસ મેચ ઘણા મહત્વના છે. અમને આશા છે કે તેમના દ્વારા અમે હાલાતને અનુરૂપ ઢાળી શકીશું. સ્પીનરોની મદદથી ભારતીય વિકેટ પર મિશેલ સેંટનેર પર ઘણી જવાબદારી હશે. જોકે પાછલા દિવસોમાં અહીં વરસાદ પડ્યો હતો અને તેની અસર રમત પર પડી શકે છે. વરસાદના કારણે આઉટફિલ્ડી પણ ભીની છે.
ટીમઃ
ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટાસ એસ્ટલ, ટ્રેંટ બોલ્ટ, કોલિન ડે ગ્રાન્ડહોમ, માર્ટીન ગુપ્ટિલ, મૈટ હેનરી, ટામ લાથમ, હેનરી નિકોલ્સ, એડમ મિલ્ને, કોલિન મુનરો, ગ્લેન ફિલીપ્સ, મિશેલ સેંટનેર, ટીમ સાઉદી, રોસ ટેલર, જોર્જ વર્કર.
બોર્ડ અધ્યક્શ એકાદશઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), પૃથ્વી શો, શિવમ ચૌધરી, કરૂણ નાયર, ગુરકીરત માન, મિલિંદ કુમાર, ઋષભ પંત, શાહબાઝ નદીમ, દીપક ચહાર, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ, અવેશ ખાન.