આજે કાનપુરના મેદાન પર ત્રીજી અને અંતિમ વન-ડેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા બોલીંગ પસંદ કરી છે. તો બન્ને ટીમો પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ જ ફેરફાર કર્યો નથી.
આ પહેલા ન્યૂઝીલેન્ડને બીજી વન-ડેમાં 6 વિકેટથી માત આપીને શાનદાર વાપસી કરનાર ભારતીય ટીમ જ્યારે રવિવારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આવશે ત્યારે તેની નજર સાતમી વનડે સીરિઝ જીતીને પોતાના રેકોર્ડ પૂરા કરવાની છે. મુંબઇમાં ન્યૂઝીલેન્ડથી મળેલી હાર અને સીરિઝમાં 0-1થી પાછળ રહ્યા પછી ભારતીય ટીમે પૂનામાં જીત મેળવીને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી હતી.
7 બાઇલેટરલ વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ:
જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ વનડે સીરિઝ જીતી લે છે, તો તે પોતાનો જ સતત 6 બાઇલૈટરલ વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ વનડે સીરિઝ જીતની ભારતીય ટીમ સતત 7 બાઇલેટરલ વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવશે. આ પહેલા ભારતે વર્ષ 2007-2009માં સતત 6 બાઇલેટરલ વનડે સીરિઝ જીતી હતી.
ઝિમ્બાબ્વેની વિરુદ્ઘથી શરૂ થયો હતો વિજય રથ:
ભારતીય ટીમે સતત 7 બાઇબેટરલ વનડે સીરિઝ જીતવાનું શરૂ વર્ષ 2016માં ઝિમ્બાબ્વે વિરુદ્ઘ વનડે સીરિઝ શરૂ થયુ હતુ. આ દરમિયાન ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડિઝ, શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયાને હરાવ્યુ છે. હવે ફરી એક વખત ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમ આ ખાસ સિદ્ઘિ મેળવવા માટે તૈયાર છે.