નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની શરૂઆત 29 માર્ચે મુંબઇમાં યોજાશે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) સામે થશે. દરમિયાન, આઇપીએલ સ્ટીઅરિંગ કમિટીના અધ્યક્ષ બ્રિજેશ પટેલે કોરોના વાયરસના ચેપ ફેલાવાના કારણે ગ્લેમરથી ભરેલી આ ટૂર્નામેન્ટમાં કોઈ ખતરો હોવાની સંભાવનાને નકારી દીધી છે. પટેલે જણાવ્યું હતું કે, અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આઈપીએલની 13 મી સીઝનની ફાઇનલ 24 મેના રોજ રમાશે. પટેલને પૂછવામાં આવ્યું કે શું આઇપીએલને કોરોના વાયરસનો ખતરો છે ? તો તેમણે કહ્યું, “હજી સુધી કોઈ ભય નથી અને અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.”
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ એમ કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા સામે 12 માર્ચથી ધર્મશાળામાં શરૂ થનારી વનડે સિરીઝ અને આઇપીએલને કોરોના વાયરસનો ભય નથી.
ગાંગુલીએ કહ્યું, ‘ભારતમાં આવું કંઈ નથી. અમે તેના વિશે ચર્ચા પણ કરી નથી. ઉલ્લેખનીય છે કે, જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 3100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 90 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે.