રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાને એશિયા કપ 2022ના સુપર 4માં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને પહેલા પાકિસ્તાન અને પછી શ્રીલંકાથી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની આખી મેચમાં ટીમ ઈન્ડિયા બેકફૂટ પર જોવા મળી હતી.જ્યારે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ પણ સમગ્ર મેચ દરમિયાન અવ્યવસ્થિત જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં ડ્રેસિંગ રૂમમાંથી ઋષભ પંત અને હાર્દિક પંડ્યાનો આવો વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે હંગામો મચી ગયો હતો.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પંત અને પંડ્યા બંને એક જ જગ્યાએ બેઠા હતા અને પછી સૂર્યકુમાર યાદવ આઉટ થયો હતો. સામાન્ય રીતે, જ્યારે બેટ્સમેન આઉટ થાય છે, ત્યારે આગળ કોણ આવશે, તે અગાઉથી નક્કી કરવામાં આવે છે. જો કે સૂર્યકુમારના આઉટ થયા બાદ પંતે બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું, પરંતુ રોહિત શર્માએ અચાનક જ હાર્દિક પંડ્યાને બેટિંગ માટે મોકલ્યો હતો.
રોહિતના આ નિર્ણય બાદ વાતાવરણ થોડુ ગરમ જોવા મળ્યું હતું. બંને બેટ્સમેન સમજી શક્યા ન હતા કે કોણ બેટિંગ કરવા જઈ રહ્યું છે. બંને બેટ્સમેન થોડા આશ્ચર્યચકિત દેખાતા હતા કે વાસ્તવમાં કોણ બેટિંગ કરવા જશે. ત્યારબાદ રોહિતનો ઈશારો જોઈને હાર્દિક બેટિંગ કરવા આવ્યો હતો. બંને બેટ્સમેન સમજી શક્યા ન હતા કે 5માં નંબર પર કોણ બેટિંગ કરશે. ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ફરી એકવાર ફ્લોપ જતો જોવા મળ્યો.
No place for him in t20i at the moment, but it hurts#INDvSL #RishabhPant#INDvsSL #AsiaCupT20 #AsiaCup2022 #HardikPandya #ViratKohli #SLvIND #SLvsIND pic.twitter.com/HnBS0U34It
— saqlain ejaz (@saqlain692022) September 6, 2022
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની બંને મેચ જીતી હતી, પરંતુ સુપર-4માં તે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. એશિયા કપ 2022ના સુપર-4માં ટીમ ઈન્ડિયાને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા પાકિસ્તાને ભારતીય ટીમને 5 વિકેટે હરાવ્યું હતું. જે બાદ હવે શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવીને મુશ્કેલી ઊભી કરી છે.