PAK vs AUS: પાકિસ્તાને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, 9 વિકેટે મેચ જીતી
PAK vs AUS: પાકિસ્તાને બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાને ત્રણ વન ડેની શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી લીધી છે.
PAK vs AUS : ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ પાકિસ્તાને બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 9 વિકેટે કચડી નાંખ્યું હતું. એક પણ ક્ષણ એવી નહોતી આવી કે જ્યારે એવું લાગતું હોય કે ઓસ્ટ્રેલિયા મેચમાં છે. સેમ અયુબે પાકિસ્તાન માટે સૌથી મોટા 82 રન બનાવ્યા હતા. આ સાથે જ હારિસ રઉફે બોલિંગમાં પંજો ખોલ્યો હતો.
PAK vs AUS : ટોસ જીતવાથી લઈને મેચ જીતવા સુધી, પાકિસ્તાન માટે બધું જ સારું રહ્યું. ટોસ જીતીને પાક ટીમે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે ખુબ જ અસરકારક સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ 35 ઓવરમાં માત્ર 163 રન બનાવી પાકિસ્તાની બોલરોએ ઓલ આઉટ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટી ઈનિંગ રમી રહેલા સ્ટીવ સ્મિથે 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 35 રન (48 બોલ) બનાવ્યા હતા.
આ દરમિયાન પાકિસ્તાન તરફથી હારિસ રઉફે 5 વિકેટ લીધી હતી. આ સિવાય શાહીન આફ્રિદીએ 3 વિકેટ પોતાના નામે કરી હતી. બાકીની 1-1 વિકેટ નસીમ શાહ અને મોહમ્મદ હસ્નૈને લીધી હતી. રઉફે આ સમયગાળા દરમિયાન 8 ઓવરમાં માત્ર 29 રન જ ખર્ચ્યા હતા. રઉફને આ શાનદાર પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.
પાકિસ્તાને રનચેઝિંગ કરીને એકતરફી જીત નોંધાવી
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે જીતવા માટે 50 ઓવરમાં 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાને આ ટાર્ગેટને 26.3 ઓવરમાં 169/1નો સ્કોર કરીને આસાનીથી હાંસલ કરી લીધો.
આ દરમિયાન ટીમ તરફથી ઓપનિંગમાં ઉતરેલા સેમ અયુબ અને અબ્દુલ્લા શફીકે પ્રથમ વિકેટ માટે 137 (123 બોલ) રનની ભાગીદારી કરી હતી.
ત્યારબાદ અબ્દુલ્લા શફીક અને બાબર આઝમે બીજી વિકેટ માટે 32 (37) રનની અતૂટ ભાગીદારી કરી ટીમને જીતાડી હતી. આ દરમિયાન શફીકે 69 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. તે જ સમયે, બાબરે 20 બોલમાં 1 છગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા.