PAK vs BAN લાઈવ સ્કોર: ICC વર્લ્ડ કપ 2023માં આજે એક મોટી અને મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. આ મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 204 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનને સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે 205 રન બનાવવા પડ્યા હતા. પાકિસ્તાને આ લક્ષ્ય માત્ર 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધું હતું. ફખર ઝમાને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અબ્દુલ્લા શફીકે 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયર અને શાહીન આફ્રિદીએ આ મેચમાં 3-3 વિકેટ લીધી હતી. જ્યારે હરિસ રઉફે 2 વિકેટ પોતાના નામે કરી હતી. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ હવે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાહીન આફ્રિદી, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: લિટન દાસ, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, તૌહીદ હ્રદોય, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.