રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી ફાઈનલ પહેલા બંને ટીમો માટે આ મેચ ‘મિની ફાઈનલ’ જેવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં બાબર આઝમની ટીમનું પ્રદર્શન સરખું રહ્યું નથીપાકિસ્તાનના આ પ્રદર્શન બાદ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરથી લઈને ફેન્સ સુધી ટીમને ચેતવણી આપવામાં આવી છે.
અખ્તરે ટ્વીટર પર શ્રીલંકા સામે ટીમના પ્રદર્શનની ટીકા કરતા કહ્યું કે ફાઈનલ પહેલા તેઓને તૈયાર થવાની જરૂર છે. ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલ ટીમના બેટિંગ પ્રદર્શન પર ગુસ્સે જોવા મળી રહ્યો છે. તે જ સમયે, કેટલાક ચાહકોનું કહેવું છે કે જો આમ જ ચાલુ રહેશે તો પાકિસ્તાન એશિયા કપ જીતી શકશે નહીં.
મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલા ટોસ હારી ગઈ હતી અને ત્યાર બાદ ટીમ લેગ સ્પિનર વાનિંદુ હસરંગાના નેતૃત્વમાં સ્પિનરોની સામે આખી ઓવર પણ રમી શકી ન હતી અને 121 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી શ્રીલંકાએ નિસાન્કાના 48 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 55 રન અને ભાનુકા રાજપક્ષે (24) સાથે 51 રનની ચોથી વિકેટની ભાગીદારીની મદદથી 17 ઓવરમાં પાંચ વિકેટે 124 રન બનાવ્યા હતા. કેપ્ટન દાસુન શનાકાએ પણ 16 બોલમાં 21 રન બનાવ્યા હતા. શ્રીલંકા સુપર ફોર સ્ટેજમાં અજેય રહ્યું હતું.