પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વન ડે મુકાબલામાં પાકિસ્તાને બાબર આઝમની સદી અને શાદાબ ખાનની સાથે તેમની સદી ભાગીદારી અને બોલરોને જબરદસ્ત પ્રદર્શનની મદદથી શ્રીલંકાને 32 રનથી હરાવ્યું. પાકિસ્તાન દ્વારા અપાયેલા 220 રનના લક્શ્યનો પીછો કરતા શ્રીલંકાની પૂરી ટીમ 187 રન પર સમેટાઈ ગઈ. આ જીતથી પાકિસ્તાને 5 મેચની સીરીઝમાં 2-0નો સ્કોર બનાવ્યો. આની પહેલા પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પોતાની ઈનિંગ્સની ખૂબ ખરાબ શરૂઆત કરી. ટીમે 101 રન પર જ છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાબર આઝમ (101) અને શાદાબ (નોટઆઉટ 52)એ સાતમી વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી અને ટીમને સંભાળી તેમજ શ્રીલંકાની 9 વિકેટ પર 219 રનનો સન્માનજનક સ્કોર આપ્યો. શાદાબે પોતાની કરિયરની પહેલી અડધી સદી દરમિયાન 68 બોલનો સામનો કર્યો અને એક ચોક્કો પણ લગાવ્યો.
શ્રીલંકા તરફથી ગમાગે સૌથી સફળ બોલર રહ્યા જેમણે 57 રન આપીને ચાર વિકેટ લીધી. થિસારા પરેરાએ જ્યારે સુરંગા લકમલ અને જેફ્રે વાંડરસેએ એક-એક વિકેટ હાંસલ કરી. નાના સ્કોરનો પીછો કરવા ઉતરી શ્રીલંકાની ટીમ શરૂથી જ દબાણમાં જોવા મળી હતી. શાદાબે બોલિંગની સાથે બેટિંગમાં પણ પોતાનો જલવો બતાવ્યો. શ્રીલંકા તરફથી કેપ્ટન તરંગા જ વિકેટ પર ટકી શક્યો. જેણે સદી ફટકારીને થોડી કોશિશ કરી. તેના સિવાય કોઈ બેટ્સમેન વિકેટ પર નહીં ટકી શક્યો અને માત્ર 187 રન પર શ્રીલંકાની ઈનિંગ્સ સમેટાઈ ગઈ.