વર્લ્ડકપમાં જ્યારે કોઇ ટીમનો બોલર પાંચ વિકેટ ઉપાડે ત્યારે તે ટીમની જીત નક્કી ગણાય છે, પણ પાકિસ્તાનની ટીમ માટે ઍવું નથી, તેમની સાથે હાલના વર્લ્ડકપની સાથે કુલ ચાર વાર ઍવું બની ચુક્યું છે કે જેમાં તેના ઍક બોલરે 5 વિકેટ ઉપાડી હોવા છતાં તેમની ટીમ હારી ગઇ હોય. 1999ના વર્લ્ડ કપથી લઇને 2019ના વર્લ્ડ કપ સુધીમાં કુલ 4 વાર ઍવું બની ચુક્યું છે. જોકે વર્લ્ડ કપના ઇતિહાસમાં ઍવું પણ બની ચુક્યું છે કે જેમાં પાકિસ્તાની બોલરે 5 વિકેટ ઉપાડી હોયને ટીમ જીતી હોય, જેમાં અબ્દુલ કાદિર, વસિમ અકરમ અને શાહિદ આફ્રિદીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની બોલરે વર્લ્ડ કપની મેચમાં પાંચ વિકેટ લેવા છતાં ટીમ હારી હોવાના કિસ્સા
બોલર વિરોધી ટીમ બોલિંગ પ્રદર્શન વર્ષ પરિણામ
સકલેન મુશ્તાક બાંગ્લાદેશ 35/5 1999 પરાજય
વહાબ રિયાઝ ભારત 46/5 2011 પરાજય
સોહેલ ખાન ભારત 55/5 2015 પરાજય
મહંમદ આમિર ઓસ્ટ્રેલિયા 30/5 2019 પરાજય