શોઍબ મલિકે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિરઝા સાથે લગ્ન કર્યા પછી હવે વધુ ઍક પાકિસ્તાની ક્રિકેટરના ભારતીય યુવતી સાથે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. હંમેશા વિવાદોમાં રહેતા પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલીના હરિયાણાના ઍક મુસ્લિમ પરિવારની પુત્રી શામિયા આરઝુ સાથે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.
શામિયાના પિતા અને માજી બીડીપીઓ લિયાકત અલીઍ કહ્યું હતું કે આ લગ્ન 20 ઓગસ્ટ થશે. પરિવારના સભ્યો 17 ઓગસ્ટે દુબઇ પહોચી જશે. તેમણે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનના માજી સાસંદ સરદાર તુફેલ મારા દાદાના સગાભાઇ હતા. તેમના પરિવાર દ્વારા જ શામિયાના લગ્નની આ વાત થઇ હતી.
બંનેના પરિવારજનો દ્વારા લગ્નની તૈયારી શરૂ થઇ ગઇ છે અને આ લગ્ન દુબઇની ઍટલાન્ટિસ પામ જુબેરા પાર્ક હોટલમાં કરવામાં આવશે. શામિયા આરઝુ હરિયાણાના નૂંહની રહીશ છે અને તેણે માનવ રચના યૂનિવર્સિટીમાંથી બીટેક (ઍરોનોટિકલ)ની ડિગ્રી લીધી છે. તે ઍર અમિરાતમાં ફલાઇટ ઍન્જિનિયર તરીકે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. આ પહેલા તેણે જેટ ઍરવેઝમાં નોકરી કરતી હતી.
હસન અલીએ ટિ્વટ કરીને હજુ લગ્ન નક્કી ન થયા હોવાની સ્પષ્ટતા કરી
એકતરફ શામિયા આરઝુના પિતા દ્વારા ભારતીય મીડિયા સાથે વાતચીત કરીને આ લગ્ન 20મી ઓગસ્ટે થઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે બીજી તરફ હસન અલી દ્વારા એક ટિ્વટ કરીને એવું કહેવાયું હકું કે હજું તેના લગ્ન નક્કી નથી થયા. હસન અલીએ પોતાના લગ્ન અંગે મીડિયામાં આવેલા અહેવાલો અંગે પોતાની પ્રતિક્રિયા ટિ્વટર પર આપી છે, તેણે કહ્યું હતું કે મારા લગ્ન હજુ નક્કી નથી થયા, અમારા પરિવારજનો વાતચીત કરી રહ્યા છે અને તે અંગે નિર્ણય લેવાનો હજુ બાકી છે.
just wanna clarify my wedding is not confirmed yet, our families have yet to meet and decide upon it. will make a public announcement very soon in sha allah. #gettingreadyforfamilymeetup
— Hassan Ali ?? (@RealHa55an) July 30, 2019
હસન અલીએ પોતાના ટિ્વટમાં લખ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે મારા લગ્ન હજુ નક્કી નથી થયાં. અમારા પરિવારજનોએ હજુ આ બાબતે મુલાકાત કરીને તેના પણ નિર્ણય લેવાનો છે. આશા છે કે હું ટૂંક સમયમાં જ તે અગે જાહેરાત કરીશ.