Pakistan Hockey Team PSB અને PHFની મંજુરી પર રહેલો પ્રશ્નચિહ્ન, હજી સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી
Pakistan Hockey Team ભારતમાં આવતા મહિનાથી શરૂ થનારી બે મોટી આંતરરાષ્ટ્રીય હોકી ટુર્નામેન્ટ – એશિયા કપ અને જુનિયર વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમોની ભાગીદારી હજુ પણ અનિશ્ચિત છે. ભારતના “ઓપરેશન સિંદૂર” બાદ આ મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો છે.
પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) અને પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ (PSB) ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે હજી સુધી સરકાર તરફથી મંજૂરી મળેલી નથી. PHFના સેક્રેટરી જનરલ રાણા મુજાહિદે સ્પષ્ટતા કરી કે PSBને પરવાનગી માટે વિનંતી કરાઈ છે, પરંતુ PSBએ આ મામલો આગળ સંબંધિત મંત્રાલયો – ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને મોકલી દીધો છે.
ટુર્નામેન્ટની વિગતો:
એશિયા કપ (27 ઓગસ્ટ – 7 સપ્ટેમ્બર)
સ્થાન: રાજગિર, બિહારજુનિયર વર્લ્ડ કપ (28 નવેમ્બર – 10 ડિસેમ્બર)
સ્થળ: ચેન્નાઈ અને મદુરાઈ
PSBના પ્રવક્તા ખુર્રમ શહઝાદે કહ્યું કે, “જ્યાં સુધી સરકાર તરફથી કોઈ નીતિ જાહેર ન થાય ત્યાં સુધી પાકિસ્તાની ટીમની ભાગીદારી વિશે કોઈ ખાતરી આપી શકાય નહીં.”
તેમણે ઉમેર્યું કે, વિદેશ અને ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા પછી જ અંતિમ નિર્ણય લેવાશે.
ભારતીય સૂત્રોએ શું કહ્યું?
ભારતના રમત મંત્રાલયના એક સૂત્ર મુજબ, પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં ભાગ લેતી અટકાવવી ઓલિમ્પિક ચાર્ટરનું ઉલ્લંઘન ગણાશે. તેથી સરકાર તરફથી ખેલાડીઓ પર પ્રતિબંધનો કોઈ વિચાર નથી. ભારત રમતમાં રાજકારણ ન લાવવાનો નિર્દેશ આપી રહ્યું છે.
હાલમાં બંને ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનની ભાગીદારી અનિશ્ચિત છે. જો પાકિસ્તાન સરકાર મંજૂરી આપે છે, તો તે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે – નહીં તો વિરામ શક્ય છે.