નવી દિલ્હી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ 27 જૂન,શનિવારે કહ્યું હતું કે, કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 10 માંથી 6 ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ટીમ રવિવારે 20 ખેલાડીઓ અને 11 સપોર્ટ સ્ટાફ સાથે ઈંગ્લેન્ડ રવાના થશે. પીસીબીએ કહ્યું કે, ટીમ માન્ચેસ્ટર માટે રવાના થશે.
પીસીબીના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને પત્રકારોને જણાવ્યું હતું કે રિઝર્વ પ્લેયર ફાસ્ટ બોલર મૂસા ખાન અને વિકેટકીપર બેટ્સમેન રોહેલ નઝિરનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ ટીમ સાથે રવાના પણ થઈ જશે.
વસીમ ખાને સ્પષ્ટ કર્યું કે, તપાસમાં અગાઉ જે 10 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓને સતત બે નેગેટિવ પરિણામો આવ્યા બાદ જ ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. પહેલી તપાસમાં 10 ખેલાડીઓ અને એક અધિકારી પોઝિટિવ જોવા મળ્યા હતા, જ્યારે બીજી તપાસમાં આ 6 ખેલાડીઓ નેગેટિવ આવ્યા હતા.
20 players, 11 support staff to travel to Manchester on Sundayhttps://t.co/rjXWqcEc4O https://t.co/9T8Yg1BsVw
— PCB Media (@TheRealPCBMedia) June 27, 2020