શનિવારે અહીં જ્યારે પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓની નજર સેમી પ્રવેશ માટે મહત્વનો ઍવો વિજય મેળવવા પર જ હશે. જા કે તેઅો સાથે જ અપસેટ કરવામાં માહેર અફઘાનિસ્તાનની ટીમને હળવાશથી લેવાને બદલે પુરી ગંભીરતાથી તેમને હરાવવા માટે જ મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલે અહીંના હેડિંગ્લે ગ્રાઉન્ડ પર ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે.
ત્રણ પરાજય અને તે પછી ઍક મેચ વરસાદને કારણે ધોવાઇ ગયા પછી ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જાખમ પાકિસ્તાન સામે આવી ગયું હતું. જા કે તેણે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને તેણે જોરદાર વાપસી કરી હતી અને પોતાની આશા જીવંત રાખી હતી. સામા પક્ષે યજમાન ઇંગ્લેન્ડના બે પરાજયને કારણે ૧૯૯૨ની ચેમ્પિયન પાકિસ્તાનની સેમી ફાઇનલમાં પ્રવેશની સંભાવના વધુ મજબૂત બની હતી. પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે ૬ વિકેટે મેળવેલો વિજય તેમના માટે પોઝિટીવ રહ્યો છે. જેમા બાબર આઝમની સદી અને શાહીન શાહ આફ્રિદીની પાંચ વિકેટે તેમને હકારાત્મક બનાવ્યા છે.
આ બે મજબૂત ટીમ સામે જીત્યા પછી હવે તેમણે અફઘાનિસ્તાન સામે રમવાનું છે, જેઓ અપસેટ કરવા માટે જાણીતા છે. આમ તો જો કે આ વર્લ્ડ કપમાં તેઅો હજુ સુધી ઍમ કરી શક્યા નથી પણ ભારત અને બાંગ્લાદેશ સામેની મેચમાં તેઓઍ બોલિંગમાં જોરદાર પ્રદર્શન કર્યુ હતુ અને ઍ વાતે જ પાકિસ્તાને સતર્ક રહેવું પડશે.